Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલમાં જે. જે. પટેલે હોદ્દો નહીં ધારણ કરવાની જાહેરાતથી સત્તાવાંચ્છુકોને લાગ્યું “ઝાડ” પડયું ને જગ્યા થઈ ! પરંતુ ….

આ ઝાડ સત્તાવાંચ્છુકો પર પડયું હોવાની ચકચાર ?!

 “હમને હકીકતે દાસ્તાં સુનાઈ, તો કોન સત્તા કે લીયે તડપે ?!”

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની કચેરીની છે જેનું ઉદ્દઘાટન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હતું ! તેમની જોડે જે તે સમયે કાયદા મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ હતાં ! શ્રી નરેન્દ્રભાઈ મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતાં !

રીબીન કાપ્યા પછી શ્રી અશોકભાઈ ભટ્ટે, શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનની કેબીનમાં ગયા ત્યાં રહેલી ખાલી ખુરશી પર બેસવા માટે શ્રી અશોકભાઈ ભટ્ટે તે સમયે શ્રી નરેન્દ્રભાઈ મોદીને કહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહેલું કે, “આ તો ચેરમેનની ખુરશી છે, તેના પર હું ના બેસી શકું”!

આ સુઝ અને સમજ ચૂંટાયેલા નેતાઓમાં ન હોય તો શું કામનું ?! ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બનવા કે અન્ય હોદ્દાઓ ધારણ કરવા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય બનવા, ચેરમેન બનવા ગુજરાતમાંથી લાઈનો લાગી છે ?! પહેલે આપ ?! પહેલે આપ ?! જેવું નથી પહેલા કોણ ? પહેલા કોણ ?નું રાજકારણ ચાલી રહ્યું છે ?! પરંતુ ખરેખર આવા હોદ્દાઓ કોને આપવા જોઈએ ?!

જે વ્યક્તિએ વકીલો માટે ગુજરાત બાર કાઉન્સિલ માટે કંઈ કર્યુ હોય ! જે વ્યક્તિ વકીલોની માતૃ સંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સિલ માટે નોંધ પાત્ર કાંઈ કરી શકે તેમ હોય ?! જુનીયર્સ વકીલો માટે સ્ટડી સર્કલ ચલાવ્યા હોય ? જુનીયર્સ વકીલો ન્યાયાધીશ બને, સરકારી વકીલો બને તે માટે પ્રદાન કર્યુ હોય ?!

ગુજરાત બાર કાઉન્સિલમાંથી ભાડા ભથ્થા ના લીધા હોય ?! અને ભવિષ્યમાં બાર કાઉન્સિલ માટે અને સમગ્ર વકીલ આલમ માટે શું કરી શકે તેમ હોય ?! તેની બ્લ્યુ પ્રિન્ટ આપી શકે તેવા સભ્યોને જ ગુજરાત બાર કાઉન્સિલમાં હોદ્દાઓ મળવા જોઈએ ! કેટલાકને દિલ્હી જવું છે તો કેટલાકને હોદ્દો લઈને કોલર ઉંચા કરીને વકીલાત કરવી છે કે શું ?! એ સવાલો પણ ઉઠી રહ્યાં છે ! ત્યારે શ્રી જે. જે. પટેલ “સમરસ જુથ” મજબુત કરવા કમર કસવાની જરૂર છે !

અનેક જગ્યાએથી શ્રી જે. જે. પટેલના સમર્થનમાં વકીલો મેદાનમાં આવી રહ્યાં છે ! ત્યારે એ જોવાનું રહે છે કે, ચેરમેન, વાઈસ ચેરમેન અને એકઝીકયુટિવ કમિટીના ચેરમેન કોણ હશે ?! બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં કોણ જશે ?! બીજી તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટનીછે ! બાર કાઉન્સિલની ઓબ્જર્વેશન કમિટીના અગ્રણી જસ્ટીસ શ્રી સુધાંશુભાઈ ધુલીયા છે ! તેઓ અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા મળીને મહિલા કો-ઓપ્ટ સભ્ય માટે શું રણનિતિ નકકી કરે છે ?! પુરૂષ સીટો કપાય છે કે યથાવત રહે છે તેના પર સૌની મીટ છે ???!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા )

મેટ્રો બારમાં આશરે ૮૦૦૦ જેટલા વકીલ મતદારો છે છતાં અનિલભાઈ કેલ્લા, ભરતભાઈ ભગતને પ્રથમ પ્રેફરન્સના મતો પુરતા કેમ ના મળ્યા ?! અને છેક પુંછડીયા ખેલાડીઓ તરીકે જીત્યા ?! આત્મમંથન કરી, આત્મદર્શન કરશે ?!

બ્રિટનના વડાપ્રધાન બેન્જામીન ડિઝરાયેલીએ કહ્યું છે કે, “જયાં સક્ષમતા હોય ત્યાંજ આર્થિક વિકાસ થાય”!! અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સને સરસ કહ્યું છે કે, “હું ભલે એવા કારણથી હારૂ જે એક દિવસ જીત અપાવે, નહીં કે એવા કારણથી જીતું જે કયારેક હાર અપાવે”!!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પતી ગઈ છે ! દેશમાં પ્રથમ વાર સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સુધાંશુભાઈ ધુલીયાની નિરીક્ષક કમિટી હેઠળ સુપ્રિમ કોર્ટે રચેલી હાઈપાવર કમિટીની દેખરેખ હેઠળ ગુજરાત બાર કાઉન્સિલના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખ તથા જોઈન્ટ ચૂંટણી કમિશ્નરશ્રી રÂશ્મનભાઈ જાની તથા જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મિલનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ ગઈ !

ત્યારપછી પણ કેટલાંક ચૂંટાયેલા અને નહીં ચૂંટાયેલા ગુજરાત બાર કાઉન્સિલના ઉમેદવારો આક્ષેપ અને પ્રતિ આક્ષેપો કરતા રહ્યાં ! પણ જયારે સુપ્રિમ કોર્ટની હાઈપાવર કમિટી સમક્ષ રોજે રોજનો રીપોર્ટ કરાતો હોય તે છતાં કથિત આક્ષેપો થતાં હોય તો એ કહેવું પડે કે, આક્ષેપો કરનારને કોઈના પર ભરોસોજ ન હોય તો ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી લડવી જ ના જોઈએ ?!

ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા સભ્યો વંદનાબેન ભટ્ટના રસપ્રદ મંતવ્યો અને દુનિયાની વાસ્તવિકતા તથા સ્થાપિત હિતોના વ્યુહાત્મક પડકારોનું સમાધાન શું ?!

પોલીસ વૈજ્ઞાનિક નિકોલસ કોપર નિકસ કહે છે કે, “પ્રત્યેક ઉજાસ પાછળ એક અંધકાર હોય છે અને પ્રત્યેક્ષ

અંધકાર પાછળ એક પ્રભાત હોય છે”!! ગુજરાત બાર કાઉન્સિલના પહેલીવાર ચૂટાયેલા સભ્ય સુશ્રી વંદનાબેન ભટ્ટ વકીલાતના વ્યવસાયિક નેતૃત્વ હેઠળ જોડાયેલા કર્મશીલ વકીલ છે ! ભા.જ.પ. લીગલ સેલમાં પણ સેવા આપી ચૂકયા છે ! જુનીયર્સ વકીલોની સમસ્યા ઉજાગર કરનારા એક મજબુત વાચસ્પતિ છે ! તેઓને વકીલો માટે કંઈક શ્રેષ્ઠ કરવું છે અને કરવા માટે તેઓ ચૂંટણી લડયા છે !

તેઓની મુખ્ય ચિંતા છે કે, વકીલાતના વ્યવસાયમાં અનેક પડકારો છે ! અનેક મુશ્કેલીઓ છે તેનું નિરાકરણ લાવવા માટેની ખ્વાઈશ છે ! તેઓ કહે છે કે, હવે ગુજરાત બાર કાઉન્સિલને સારા “કિંગ” ની જરૂર છે ! કિંગમેઈકરની નહીં ! આવા આક્રોશ પાછળ તેમના અંગત અનુભવો છે ! તો કેટલાક વૈચારિક મતભેદો અને વૈચારિક મહત્વકાંક્ષા પણ હોઈ શકે છે ! સત્ય શું છે ?! એ તો ઈશ્વર જાણે !

પરંતુ એક વાત સમગ્ર માનવ જાતે વિચારવી જોઈએ કે ડુબતા માનવીને દુરથી ઉભા રહી સલાહ આપવી સહેલી છે ! પરંતુ ડુબતાનો હાથ પકડી બહાર કાઢવો વધુ અઘરૂં છે ! આ દુનિયાની કડવી વાસ્તવિકતા છે ! સલાહ આપવી ને કામ કરતા, કરતા સામે આવતા સ્થાપિત હિતોના પડકારોનો સામનો કરી “જીત” હાંસલ કરવી, સફળ થવું એ બીજી વાત છે ! આ જોતાં શ્રી વંદનાબેન ભટ્ટના સિધ્ધાંતો અને આદર્શાે સારા છે પણ જો કોઈ તેમને કયારેય અનેક પડકારોમાં મદદરૂપ થયું હોય તો એ “સત્ય” વાસ્તવિકતા પણ છે !

આપણે આપણા શરીર ઓપરેશન કરાવવા માંગીએ છીએ ત્યારે “અનુભવી અને કાબેલ ર્ડાકટર પસંદ કરીએ છીએ”! કોઈ જુનીયર્સ, બીન અનુભવી વ્યક્તિના હાથે ઓપરેશન

નથી કરાવવા ઈચ્છતાં ! આવું વકીલાતના વ્યવસાયમાં પણ છે ! આપણે અનુભવ, કાબેલ અને વિખ્યાત વકીલને “મર્ડર” કેસ સોંપીએ છીએ ! બીનઅનુભવી જુનીયર્સ વકીલને “મર્ડર” કેસ સોંપતા નથી ! આપણે એવા ર્ડાકટર પસંદ કરીએ છીએ જે તમારી કીડની કાઢી ન લે !

એ જ રીતે એવા વકીલ પસંદ કરીએ છીએ જે ફુટીને સામા પક્ષે બેસી ન જાય ? માટે ગુજરાત બાર કાઉન્સિલને સમૃધ્ધ બનાવી શકે, ભાડા ભથ્થાં લઈ ગુજરાત બાર કાઉન્સિલને ફોલી ન નાંખે એવા ગુજરાત બાર કાઉન્સિલના સભ્યોને સુકાન સોંપવું જોઈએ !

એવા દિશા નિર્દેશ ઉત્તર ગુજરાતના વકીલો આપી રહ્યાં છે ! ત્યારે સુ શ્રી વંદનાબેન ભટ્ટ પણ વ્યક્તિગત અનુભવ સાથે પોતાના આદર્શ કયા માર્ગે, કઈ રીતે અને કોણ સફળ બનાવી શકે છે તે જોવું જોઈએ ! કારણ કે ગુજરાત બાર કાઉન્સિલમાં તેમના જેવા નેતૃત્વની જરૂર છે ! શ્રી નરેન્દ્રભાઈ મોદી “કિંગ” બન્યા પણ તેમની સાથે કેટલાક “કિંગમેઈકરો” ની ભૂમિકામાં હતાં માટે “કિંગ” બન્યા છે !

ભા.જ.પે. શ્રી જે. જે. પટેલને ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર તરીકે જવાબદારી સોંપી છેતો તેઓ ગુજરાત બાર કાઉન્સિલના નૈતિક રીતે પક્ષ ને વફાદાર સાથીએાની “ટીમ” બનાવી કિંગમેઈકર બને એ સ્વાભાવિકતાનો અનાદર કઈ રીતે કરી શકાય ?!

બ્રિટીસ વડાપ્રધાન શ્રી વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે, “ઉત્તરદાયિત્વ એ મહાનતા માટે ચૂકવવી પડતી કિંમત છે”!! ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રીશ્રી હતાં ત્યારે સમગ્ર ગુજરાતના વકીલ મંડળોના વકીલોને ભેગા કરી શ્રી જે. જે. પટેલે એ સુંદર અને સફળ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું ! ત્યારથી તેઓ ભા.જ.પ. લીગલ સેલના પ્રદેશ કન્વીનર હતાં અને આજે પણ છે ! શ્રી જે. જે. પટેલે શ્રી કે. જે. શેઠનાના માર્ગદર્શન હેઠળ વકીલાત શરૂ કરી હતી ! અને તેમને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદ ઉપર નિયુક્ત કરાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો !!

જે. જે. પટેલને આકસ્મિક અને જોગાનું જોગ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન પદ નસીબ જોગ મળ્યું હતું ! અને તેમણે ગુજરાતના સામાન્ય વર્ગમાંથી આવતા અનેક વકીલોને નોટરી બનવાની તક આપી હતી ! તેમના નેતૃત્વ હેઠળ વકીલોના પરિવારને મરણોત્તર સહાયની રકમ વધરાઈ હતી !

કોરોના જેવા કપરા કાળમાં ગુજરાત બાર કાઉન્સિલ વકીલોની પડખે ઉભા રહી શકય તેટલી મદદ કરી હતી ! ગુજરાત સરકારમાંથી સહાય મળી અને શકય તેટલી વધારે સહાય મેળવવી એમાં તફાવત છે ! શ્રી જે. જે. પટેલ પૂર્વે અનેક ચેરમેનો આવ્યા ને ગયા ! સરકારશ્રીમાંથી કેટલી સહાય લાવ્યા હતાં ?! અને આજ પછી પણ કોણ કેટલી સહાય લાવવા સક્ષમ છે ?! આ એક આત્મનિરીક્ષણનો મુદ્દો છે !

ગુજરાત બાર કાઉન્સિલમાં સમરસ જુથના દરેક સભ્યોને શ્રી જે. જે. પટેલે તક આપી છે ! ભા.જ.પ. લીગલ સેલના જ નહીં બાર કાઉન્સિલના દરેક સભ્યને મદદ કરી છે ! અને તેમ છતાં ગુજરાત બાર

કાઉન્સિલની ચૂંટણી યોજાઈ ત્યારે શ્રી જે. જે. પટેલ ચૂંટણી જીતી જ ન શકે એવા વ્યુહાત્મક પ્રચાર દ્વારા પ્રયત્નો થયા હતાં ! હવે શ્રી જે. જે. પટેલ એક માત્ર ભા.જ.પ. જુથના એવા સભ્ય છે કે પ્રથમ પ્રેફરન્સના મતોથી જીત્યાછે ! જો તેમણે બધે જ બાવળીયા વાવ્યા હોત તો જીત્યા હોત ખરા ?! એમની જીત એ હકીકતનો પુરાવો છે કે, વકીલોએ અનેક સ્થાપિત હિતોને પછાડી વકીલ મતદારોને વિજય અપાવ્યો છે !

એટલે સમગ્ર ગુજરાતે ફકત એક જ જુના કાર્યકર તરીકે શ્રી જે. જે. પટેલને જીતાડયા છે બીજાને પ્રથમ પ્રેફરન્સના મતો સાથે જીતતા શ્રી જે. જે. પટેલ કયાં રોકવા ગયા હતાં ?! એમને એકડા ન મળ્યા એમાં શ્રી જે. જે. પટેલ શું કરી શકે ?!

ગુજરાતનું સૌથી મોટું અને પ્રતિષ્ઠિત બાર મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ બાર છે ! ૮૦૦૦ ની આસપાસ આ બારમાં વકીલો છે ! છતાં જુના જોગીઓ શ્રી અનિલભાઈ કેલ્લા, શ્રી ભરતભાઈ ભગત પ્રથમ પ્રેફરન્સના મતોથી ના જીતી શકયા ?!

અને શ્રી અનિલભાઈ કેલ્લા ૧૨ માં ખેલાડી બનીને માંડ, માંડ બગડાથી જીત્યા ?! શ્રી ભરતભાઈ ભગતનું સભ્યપદ પણ જોખમમાં આવી ગયું હતું ?! અને સુરત બારમાં છ સભ્યો જીત્યા અહીંયા મોટું બાર છતાં ત્રણ સભ્યો જ જીત્યા ?! આ વ્યક્તિગત પ્રતિભાનું પરિણામ હતું કે, તેમને વકીલોએ થોકબંધ એકડા કેમ ન આપ્યા ?! શું કારણ બન્યું ?! એનું આત્મ નિરીક્ષણ કરીને વ્યુહાત્મક સત્તાનું રાજકારણ બંધ કરવું જોઈએ ! શ્રી જીજ્ઞેશભાઈ પટેલ નવોદિત છતાં સરળતાથી ચૂંટાયા કેમ ?! કારણ કે જુનીયર્સવકીલોનો જોક શ્રી જીજ્ઞેશભાઈ પટેલ તરફ હતો ! ભા.જ.પ. લીગલ સેલનું સમર્થન ખુલ્લી રીતે જોવાતું હતું !

એ જ તેમની જીતનું મોટું કારણ બન્યું હતું ! કેટલાક જુના જોગીઓએ બહુ હોદ્દા ધારણ કર્યા છે ! બહું ભાડા ભથ્થા લીધા છે ! કહેવાય છે કે, હવે ગુજરાત બાર કાઉન્સિલના કેટલાક સભ્યોએ ગુજરાતથી દિલ્હી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા જવું છે એની સ્પર્ધામાં ગુજરાત બાર કાઉન્સિલની રચનામાં પથ્થરો નાંખી કેટલાક કથિત સ્થાપિત હિતો મુશ્કેલી સર્જવાનો ચક્રવ્યુહ ઘડયો હોવાનું મનાય છે !

પણ શ્રી જે. જે. પટેલે પ્રથમ સમરસ જુથને મજબુત બનાવવા જ પોતાના હોદ્દાનો ત્યાગ કર્યાે છે ! કારણ કે વર્ષ ૨૦૨૭ માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ! શ્રી જે. જે. પટેલની ભા.જ.પ. પક્ષ તરફ વધારે વફાદારી દેખાય છે ! પોતાની વ્યક્તિગત સત્તાથી પક્ષ મોટો છે ! આ મેસેજ હોદ્દો છોડીને આપ્યો છે ! એ દરેક વફાદાર સાથીઓએ સમજવાની જરૂર છે !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.