લૂઝ મીઠાઈ પર ‘Best Before Use’ ડેટ મારવાના ઓર્ડરનું ઉલ્લંઘન
AI Image
- ૭ કરોડની ગ્રાન્ટ મળી છતાં અમદાવાદની લો ગાર્ડન લેબોરેટરી કેમ બંધ જેવી?
-
નિયમો નેવે મુકીને વેચાતી મીઠાઈ: ભાજપના જ ધારાસભ્યોએ AMCની સંકલન બેઠકમાં ફૂડ વિભાગને ઘેર્યો
- અમદાવાદમાં ફૂડ વિભાગની લાપરવાહી: લૂઝ મીઠાઈ પર ‘Expiry Date’ ના નિયમનું સરેઆમ ઉલ્લંઘન! FSSAI ના નિર્દેશ છતાં અમદાવાદના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન; દબાણ આવે ત્યારે ફૂડ વિભાગ માત્ર નાના વેપારીઓ સામે જ કાર્યવાહી કરી સંતોષ માની લે છે.
(એજન્સી)અમદાવાદ, જાહેર આરોગ્યના હિતમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા જે લુઝ મીઠાઈનું વેચાણ કરવામાં આવે છે. તે જે શોકેસમાં મુકવામાં આવે ત્યાં બેસ્ટ ઓફ બીફોર યુઝ ડેટ લખવામાં ઓર્ડરનું અમદાવાદમાં મીઠાઈના વિક્રેતાઓ દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહયું છે.
આમ છતાં મ્યુનિસીપલ કોપોર્રેશનના ફુડ વિભાગ તરફથી નિયમોને નેવે મુકીને મીઠાઈ વેચી રહેલા વિકેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ફુડ વિભાગના અધિકારીઓ ઉપર ખુબ દબાણ આવે તો નાના મીઠાઈના વેપારીઓની સામે કાર્યવાહી કરી કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવે છે.
આ અંગે મ્યુનિસીપલ કમીશનર સાથેની સંકલન બેઠકમાં પણ રજુઆત કરવામાં આવી હતી. ફુડ વિભાગના અધિકારીઓ તેમના સ્વ બચાવમાં કહે છે કે, બેસ્ટ બિફોર યુઝ લખવાનું ફરજીયાત નથી.
ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એકટ અંતર્ગત કલમ ૧૬(પ) હેઠળ રપ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ જારી કરેલા નિર્દેશ મુજબ પેક નહી કરવામાં આવેલી છુટક મીઠાઈઓના કન્ટેનર કે ટ્રે ઉપર બેસ્ટ બિફોર યુઝ ની તારીખ લખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું હતું.
આરંભે શુરા કહેવતની જેમ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ફુડ વિભાગના અધિકારીઓએ શરૂઆતમાં થોડા સમય માટે છુટક મીઠાઈનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરી હતી.
પરંતુ હવે તો કોઈ તપાસ કરવા પણ જતું નથી. કમીશ્નર સાથેની મીટીગમાં ભાજપના ધારાસભ્યો ખાધચીજોની સઘન તપાસ કરાવવા રજુઆત કરતા હેલ્થ વિભાગના અધિકારીએ કહયું કે, લો ગાર્ડન ખાતે ફુડ વિભાગની આવેલી લેબોરેટરીમાં અધતન સાધનો ખરીદવા સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. આ ઉપરાંત સ્ટાફની પણ ભરતી કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
