Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રેમિકાની સામે બે શખ્સોએ પ્રેમીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

મુંબઈ, પ્રણય ત્રિકોણમાં ૧૯ વર્ષના કોલેજિયનની હત્યા કરનારાના કેસમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. મુદ્દાશિર શેખ જે છોકરી સાથે રિલેશનશિપમાં હતો તે પહેલા મુખ્ય આરોપી આદિત્ય ત્રિભવનને (૧૯) ડેટ કરતી હતી.

જાે કે, આદિત્યએ તેમના સંબંધોને ગંભીરતાથી લીધા નહોતા અને આ કારણથી બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યારબાદ તે છોકરી તેની સાથે અભ્યાસ કરતા મુદ્દાશિરના પ્રેમમાં હોવાની જાણ થતાં તે ચેમ્બુર પાસે આવેલી કોલેજમાં ગયો હતો અને તેની હત્યા કરી હતી.

આદિત્ય અને તેના મિત્ર કલ્પમ્પ સૈયદે (૨૦) મુદ્દાશિરના માથા, છાતી અને પેટના ભાગ પર વારંવાર છરીના ઘા માર્યા હતા, તેમ પોલીસે જણાવ્યું હતું. બંને આરોપીઓ, જેઓ સ્કૂલ ડ્રોપઆઉટ છે, તેમની શુક્રવારે સવારે ધારાવીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

લગભગ છ વાગ્યાની આસપાસ, ચેમ્બુરની વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી કોલેજમાં મ્ર્ઝ્રદ્બના બીજા વર્ષમાં અભ્યાસ કરતો મુદ્દાસિર તેની ગર્લફ્રેન્ડ અને અન્ય છોકરી સાથે બહાર નીકળ્યો હતો. તે સમયે બહાર બાઈક પર બેસીને રાહ જાેઈ રહેલો આદિત્ય અને કલ્પમ્પ તેની તરફ ગયા હતા અને બંને છોકરીઓની સામે જ તેને વારંવાર છરીના ઘા મારવાનું શરૂ કર્યું હતું.

આ કારણે તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં દાખલ કર્યાના એક કલાકમાં મૃત જાહેર કરાયો હતો. પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કર્યા બાદ શુક્રવારે સાંજે લાશ પરિવારને સોંપવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બંને છોકરીઓ જે આ ઘટનાની સાક્ષી છે તેઓ હજી આઘાતમાં છે.

ચુનાભટ્ટી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને બાઈક પર રહેલા બંને આરોપીઓની તસવીર મળી આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતકનું જે છોકરી સાથે અફેર ચાલતું હતું તે અગાઉ આદિત્ય સાથે પાંચ વર્ષ સુધી રિલેશનશિપમાં હતી.

જ્યારે તેને ખબર પડી કે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ હવે મુદ્દાસિર સાથે છે, તો તેણે તેને બોલાવ્યો હતો અને તેનાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. જેના કારણે બંને વચ્ચે ઉગ્ર દલીલો પણ થઈ હતી. આદિત્ય અને તેના મિત્ર કલ્પમ્પે કોલેજની રેકી કરી હતી અને મુદ્દાસિરને તેની ગર્લફ્રેન્ડની સામે જ છરી મારવાની યોજના બનાવી હતી’, તેમ અધિકારીએ ઉમેર્યું હતું. ઘટના બાદ, તેઓ કલ્યાણમાં આવેલા કલ્પમ્પના ઘરે ગયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers