Western Times News

Gujarati News

પાંજરાપોળ જંકશન ખાતે સ્પ્લિટ ફલાય ઓવર બનાવવાની વિચારણા

કેશવબાગથી જજીસ બંગલો સુધી ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનશે- ટ્રાફિકની સમસ્યાથી હવે મુક્તિ મળશે

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તથા વાહનોની અવરજવર સરળતા અને સલામતીથી થઈ શકે એ માટેેેે વિભિન્ન પ્રકારના બ્રિજ પ્રોજેક્ટ હાથ ધરાય છે.

ઉપરાંત દિન પ્રતિદિન વકરતી જતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટેેે રોડ પરના લારી-ગલ્લા સહિતના દબાણને પણ તંત્ર દ્વરા હટાવવામાં આવી રહ્યા છે. તેમજ વાહનચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી કરવી પણ તંત્રનેી હરહંમેશનો અભિગમ રહ્યો છે. તેમ છતાં આ તમા પ્રયાસોમાં સૌથી વિશેષ બ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકો ભારેે રાહત અનુભવેે છે.

મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન દ્વારા આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ માટેના રૂા.૮૪૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં શહેરના અતિ મહત્ત્વના જંકશન પર ટ્રાફિકની સુગમતા રહે એ માટેેેે નવા ફલાય ઓવરબ્રિજના પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવી છે.

જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના માનસી જંકશન ખાતેેના ફલાય ઓવર બ્રિજનો પણ સમાવેશ થાય છે. આ ફલાયઓવરબ્રિજથી સેટેેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર, વગેરે વિસ્તારસના હજારો વાહન ચાલકોને ખાસ્સી એવી રાહત મળશે.

મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસના ડ્રાફટ બજેટમાં માનસી જંકશન ખાતે ફલાય ઓવર બ્રિજના પ્રોજેક્ટની જાેગવાઈ કરાઈ છે.

અમદાવાદના નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલા માનસી જંકશન પર શિવરંજની ચાર રસ્તા પાસે, આવેલા કેશવબાગ પાર્ટી પ્લોટથી જજીસ બંગલોઝ રોડ તરફ, વસ્ત્રાપુરથી બોડકદેવ તરફ તેમજ શહેરના ૧૩ર ફૂટ રીંગ રોડથી એસ જી હાઈવે સુધીની કનેંકટીવિટીના કારણે માનસી જંકશન ખાતે ટ્રાફિકનું પ્રમાણ વધુ રહેતું હોય છે.

અગાઉ માનસી જંકશન પર ફલાય ઓવરબ્રિજ બનાવવાની ભલામણ સીઆરઆરઆઈ (સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્ટીસ્ટ્યુટ) ના ટ્રાફિક સર્વે રીપોર્ટમાં કરાઈ હતી.

આ સંસ્થાના ટ્રાફિક સર્વે રીપોર્ટના સેકન્ડ પ્રાયોરીટી લીસ્ટમાં માનસી જંકશન ફલાય ઓવરબ્રિજ પ્રોજેક્ટનો સમાવેશ કરાયો હતો. હવેે સતાવાળાઓએ કેશવબાગની જજીસ બંગલો રોડ તરફ જતાં રોડ પર ફોર લેન ફલાય ઓવર બ્રિજના નિર્માણના ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર અમ.થેન્નારસનના ડ્રાફટ બજેટમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાંજરાપોળ જંકશન ખાતે પણ ફોર લેનનો ફલાયઓવરબ્રિજના નિર્માણની જાેગવાઈ કરાઈ છે. પાંજરા પોળ જંકશન પર આંબાવાડીથી આઈઆઈએમ રોડ તરફ અવરજવર કરવા,

બીઆરટી રૂટ પર નહેરૂનગર સર્કલથી એલ.ડી.કોેજ તરફ અવરજવર કરવા માટે તેમજ આ રોડ પર આઈઆઈ એમ, અટીરા, એએમએ, સહજાનંદ કોલેજ, એલ.ડી.એન્જીનિયરીંગ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, સૈપ્ટ યુનિવર્સિટી વગેરે મોટી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોઈ આ જંકશન પર ખુબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય છે.

સીઆરઆરઆઈના ટ્રાફિક સર્વેના રીપોર્ટ અનુસાર પાંજરાપોળ જંકશન ખાતે પણ ફલાય ઓવરબ્રિજના નિર્માણની ભલામણ કરાઈ છે. ઉપરાંત આંઈઆરસી ગાઈડલાઈન્સ મુજબ ગુજરાત ગવર્નમેન્ટ ઈનિસિટીવી એજ્યુકેશન ઈન્સ્ટીંટ્યુટ દ્વારા પણ કરાયેલા ટ્રાફિક સર્વેમાં પાંજરાપોળ જંકશન ખાતે ફલાય ઓવરબ્રિજનું સુચન કરાયુ છે. જે મુજબ તંત્ર દ્વારા આ જંકશન પર પણ ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.