Western Times News

Gujarati News

મદદ કરવા પહોંચેલી ભારતીય આર્મીની મહિલા ઓફિસરને તુર્કી મહિલા ભેટી પડી

તુર્કીમાં દેવદૂત બન્યા ભારતીય જવાનો

નવી દિલ્હી,  ભારત તુર્કીમાં ઓપરેશન દોસ્ત ચલાવીને એક વિશ્વાસનીય દોસ્તની ભૂમિકા ભજવી રહ્યો છે. એનડીઆરએફની ટીમ સતત રાહત અને બચાવકાર્યમાં જાેડીઈ છે. ટીમ લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. આ સિવાય ભારતીય સેના પણ મેડિકલ સપોર્ટ લઈને પહોંચી છે. A Turkish woman hugged Indian army’s female officer, to express gratitude.

મોદી સરકારે એક વાર ફરીથી પોતાની મહાન પરંપરા નિભાવી છે કે જે વસુધૈવ કુટુંબકમના પોતાના સૂત્રથી વિશ્વને બાંધે છે. પીએમ મોદીએ જે કર્યુ છે એ પ્રાચીન ભારતની પરંપરાર રહી છે, જેમાં કૂટનીતિ સમીકરણ નહીં પણ એક સંવેદનશીલ મિત્રનો સંકલ્પ સર્વોપરી છે. A local victim of earthquake disaster in #Turkey  kisses an Indian Army officer during #OperationDost that India launched to help the stranded people in Turkey. India was one of the first to announce a humanitarian mission.

એનડીઆરએફનાજવાનો આ મુશ્કેલીના સમયમાં જીવતા લોકોને શોધી રહ્યા છે. તો ભારતીય સેના મેડિકલ સહાયની સાથે તુર્કીમાં પહોંચી ચૂકી છે. આ મુશ્કેલીના સમયમાં મોદીની આ સહાયનું તુર્કી કાયલ છે. તુર્કીના રાજદૂતનું આ ટિ્‌વટ કહે છે કે, તુર્કી અને હિંદીમાં દોસ્ત, દોસ્તી માટે ઉપયોગમાં લેવાતો એક સામાન્ય શબ્દ છે.

અમારા તુર્કીમાં એક કહેવત છે કે જરુરના સમયે કામમાં આવે એ જ સાચો દોસ્ત હોય છે. કોઈ દેશ ભૌગોલિક સીમાઓથી મહાન નથી હોતો કે સૈન્ય શક્તિથી પણ નહીં. કોઈ દેશ પોતાની મહાનતા સંવેદનશીલતા અને માનવીય નજરથી હોય છે. મોદીએ તુર્કી અને સીરિયામાં આવેલી મુશ્કેલી બાદ જે કહ્યું અને મિત્ર તરીકે જે પ્રતિબદ્ધતા બતાવી તેને નિભાવી છે.

ભારતના માનવીવ સંકલ્પે ઓપરેશન દોસ્તનું રુપ આખરે લઈ લીધુ અને તુર્કીમાં એનડીઆરએફની ટીમ દોસ્તી નિભાવવામાં અને લોકોની મદદ કરવા માટે મેદાનમાં છે. આખી દુનિયાને પોતાનો પરિવાર માનતા ભારતના રાહત અને બચાવકર્મીઓ સંપૂર્ણપણે સંવેદનશીલતા અને માનવતાના સંકલ્પની સાથે તબાહ થયેલા તુર્કીના શહેરોમાં કર્મપથ પર છે.

વસુધૈવ કુટુંબકમના મંત્રથી દુનિયાને જાેડી રાખતા મોદીએ એક વાર ફરી સંદેશ આપ્યો છે કે ભારત માટે માનવતા, સંવેદનશીલતા, જીવન અને જીંદગીનું સન્માન જ વિદેશીનીતિ છે. ભારતીય જવાનોએ તુર્કીના લોકોનું દિલ જીતી લીધું છે. ભારતના છઠ્ઠા વિમાનમાં ૨૫૦થી પણ વધુ બચાવકર્મીઓ, ખાસ ઉપકરણો અને ૧૩૫ ટનથી વધારે રાહત સામગ્રી તુર્કીમાં મોકલવામાં આવી છે.

કાટમાળ નીચે ફસાયેલા લોકો અને ઘાયલ થયેલા લોકોની સારવાર માટે ભારત દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યો છે. છઠ્ઠી ફ્લાઈટમાં બચાવદળ, ડોગ સ્ક્વોડ, દવાઓ અને અન્ય જરુરી સામાન મોકલવામાં આવ્યા છે.તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે ભારે તબાહી સર્જી છે અને સામે આવી રહેલી તસવીરો પણ હચમચાવી દે એવી છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.