Western Times News

Gujarati News

તુર્કીમાં NDRFએ છ વર્ષની બાળકીનો જીવ બચાવ્યો

ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો વીડિયો

તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપે હજારો લોકોના જીવ લીધા હતા, અહીં બચાવ કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છ

નવી દિલ્હી, તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપે હજારો લોકોના જીવ લીધા હતા. અહીં બચાવ કાર્ય પૂરજાેશમાં ચાલી રહ્યું છે. કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાના સતત પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન તુર્કીથી એક એવા સમાચાર આવ્યા છે જેને સાંભળીને દરેક ભારતીય ગર્વ અનુભવશે.

વાસ્તવમાં અમારી NDRF ટીમે કાટમાળમાંથી ૬ વર્ષની બાળકીને બચાવી છે. ટીમIND-11એ ગઝિયાંટેપ શહેરના બેરેનમાં એક બાળકીનો જીવ બચાવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્‌વીટ કર્યું છે અને બચાવનો વીડિયો પણ શેર કર્યો છે.

તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યું હતું કે આપણા દ્ગડ્ઢઇહ્લ પર ગર્વ છે. સ્થાનિક અહેવાલો અનુસાર, નૂરદાગમાં અત્યાર સુધીમાં લગભગ ૧૧૦૦ લોકોના મોત થયા છે. લગભગ ૨૦૦૦ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે તુર્કી અને સીરિયામાં આવેલા તીવ્ર ભૂકંપને કારણે ૧૫ હજારથી વધુ લોકોના મોત થયા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

ઓપરેશન દોસ્ત હેઠળ ભારતમાંથી બચાવ ટીમ મોકલવામાં આવી છે. ભારત તરફથી તુર્કીને મેડિકલ સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ ભૂકંપ પીડિતોની મદદ માટે તુર્કીના હેતે શહેરમાં આર્મી ફિલ્ડ હોસ્પિટલની પણ સ્થાપના કરી છે. ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને અહીં સારવાર આપવામાં આવી રહી છે.

વિદેશ રાજ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે ભારત તુર્કીના લોકોને શક્ય તમામ મદદ આપવા માટે તૈયાર છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં ૮૫૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ૪૯૦૦૦થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલય એ બુધવારે જણાવ્યું કે હાલમાં તુર્કીમાં લગભગ ૩,૦૦૦ ભારતીયો છે.

બેંગ્લોરનો એક વેપારી છેલ્લા બે દિવસથી ગુમ છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ૮૫૦ લોકો ઇસ્તંબુલની આસપાસ છે, ૨૫૦ અંકારામાં છે અને બાકીના દેશભરમાં ફેલાયેલા છે. ૧૦ ભારતીય નાગરિકો તુર્કીના દૂરના ભાગોમાં ફસાયેલા છે, પરંતુ સુરક્ષિત છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.