Western Times News

Gujarati News

યુવક એક ઘરમાં ૭ પત્ની સાથે મોજથી જીવે છે જીવન

આ શખ્સની ઉંમર ૩૪ વર્ષ છે

આ શખ્સનું કહેવું છે કે, તેની અંદર કંઈક એવી ખૂબીઓ છે, જે છોકરીઓને તેના પ્રેમમાં પાગલ કરી દે છે

નવી દિલ્હી, આમ તો આ ભાઈનો ચહેરો કંઈ ખાસ નથી, નથી કોઈ બોડી બિલ્ડર, કે જેને જાેઈને છોકરીઓ ઈમ્પ્રેસ થઈ જાય. તેમ છતાં પણ તેનામાં કંઈક કળા તો છે, જેના કારણે છોકરીઓ તેને પસંદ કરે છે. આ જ કારણ છે કે, આજની તારીખમાં તેની પાસે કુલ ૭ પત્નીઓ છે, જે એક જ ઘરમાં એક સાથે રહે છે. આ શખ્સનું નામ નટ્ટાપોંગ છલબેમ છે અને તેની ઉંમર ૩૪ વર્ષ છે.

ખુદ નટ્ટાપોંગ આ વાતનો દાવો કરે છે કે, છોકરીઓ તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. તેને ફ્લર્ટિંગનો બહુ શોખ છે અને તેણે ક્યારેય પોતાના ફ્લર્ટવાળા સંબંધો પત્નીઓ સામે છુપાવ્યા નથી. આ જ કારણ છે કે, તેના ઘરમાં પત્નીઓની સંખ્યા વધતી જાય છે. તે પોતાની સાતેય પત્નીઓને અલગ અલગ જગ્યા પર મળ્યો.

કોઈને તે દોસ્ત દ્વારા મળ્યો, કોઈને તે લગ્ન પ્રસંગમાં મળ્યો, અમુક સાથે તો તેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ. વ્યવસાયે તે સેલ્સમેન નટ્ટાપોંગ થાઈલેન્ડના નાખોમ પથમમાં રહે છે. તેની ૭ પત્નીઓની સાથે સાથે ૯ બાળકો પણ છે. નટ્ટાપોંગના જણાવ્યા અનુસાર, મહિલાઓને ફ્લર્ટ કરવી તેની જિંદગીનો ભાગ છે અને તે તેને છુપાવતો નથી.

તેનામાં કંઈક એવી ખૂબીઓ છે, જેને લઈને તેની પત્નીઓ એકબીજા સાથે ઝઘડ્યા વિના પ્રેમમાં દિવાની થઈને રહે છે. કારણ કે, તે દગો નથી આપતો, એટલા માટે તેણે તમામ મહિલાને એક જગ્યા પર લાવી દીધી અને તેમની જિંદગી મસ્ત ચાલી રહી છે. પોતાની પત્નીઓના વખાણ કરતા આ શખ્સ વાત કહે છે કે, તેમના પણ વ્યવહાર સારા છે અને એકબીજા સાથે સારી રીતે વાત કરે છે.

એકેય ઝઘડાળુ કે કંટ્રોલ બહાર જાય તેવી નથી. એટલા માટે જ તે એકસાથે રહી રહી છે, નહીંતર આ શક્ય નથી. પોતાની પત્નીઓના વખાણ કરતા આ શખ્સ વાત કહે છે કે, તેમના પણ વ્યવહાર સારા છે અને એકબીજા સાથે સારી રીતે વાત કરે છે. એકેય ઝઘડાળુ કે કંટ્રોલ બહાર જાય તેવી નથી. એટલા માટે જ તે એકસાથે રહી રહી છે, નહીંતર આ શક્ય નથી.

એવું નથી કે, નટ્ટાપોંગ પહેલા શખ્સ છે, જે આવી રીતના સંબંધમાં જાેડાયેલ હોય. આ અગાઉ બ્રિટેનની એક મહિલાની કહાની વાયરલ થઈ ચુકી છે. જેમાં તેને કુલ ૫ પતિ છે. જાે કે, તે બધા પુરુષોને દગો આપી રહી હતી. જ્યારે તેના બોયફ્રેન્ડને આ વાતની ખબર પડી તો, તેમણે બ્રેકઅપ કરી લીધું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.