Western Times News

Gujarati News

સિંધુ ભવન રોડ પર આવેલું કાફે ડી ઇટાલિયો સીલ કરાયું

રસ્તા પર ગંદકી કરતાં એકમો સામે કાર્યવાહી

શહેરમાં ધંધાકીય એકમ બહાર કચરો નાખનારા સામે દંડનાત્ક તેમજ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાઇ રહી છે

અમદાવાદ, અમદાવાદમાં રસ્તા પર ગંદકી નાખવા બદલ રેસ્ટોરાં સીલ કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરમાં રાતોરાત કાર્યવાહી કરવામાં આવી છે. સિંધુ ભવન રોડ પર આવેલું કાફે ડી ઇટાલિયો સિલ કરવામાં આવ્યું છે. કાફેનો કિચન વેસ્ટ રોડ પર નાખવા બદલ કાર્યવાહી આપવામાં આવી છે.

આમ, જાહેર રસ્તા પર ગંદકી કરતાં એકમો સામે મનપાએ લાલ આંખ કરી છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફરી એકવાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા એકમો સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઇ છે.

શહેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ધંધાકીય એકમ બહાર કચરો નાખનારા સામે દંડનાત્ક તેમજ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાઇ રહી છે. અમદાવાદ મહાનગરપાલિક દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત શ્રેણી બંધ પગલા લેવામાં આવી રહ્યા છે.

જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી ચાલી રહી છે. રાત્રી દરમિયાન ખાણી-પીણા માર્કેટ દ્વારા કચરો જાહેર રસ્તા પર નાખવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત AMC દ્વારા રેસ્ટોરન્ટ, હોટલ અને લારી-ગલ્લા પર ચાલતા ખાદ્ય એકમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જાે આગામી સમયમાં નિયમનું પાલન નહીં કરે તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.