Western Times News

Gujarati News

ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકારના વલણથી સુપ્રીમ કોર્ટ ચિંતિત

Files Photo

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકારના વલણથી ચિંતિત છે. કોર્ટે કહ્યું કે જજાેની નિમણૂક અને ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવી રહેલું વલણ ચિંતાનું કારણ બની ગયું છે. જસ્ટિસ સંજય કિશન કૌલ, મનોજ મિશ્રા અને અરવિંદ કુમારની બેંચે એટર્ની જનરલ કેઆર વેંકટરામણીની અનુપલબ્ધતાને કારણે બે અરજીઓ પર સુનાવણી ૨ માર્ચ સુધી મુલતવી રાખી હતી.

કોર્ટે કહ્યું કે, કેટલાક મામલા અંગે ચિંતા છે. બીજી તરફ અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, કેન્દ્ર ન્યાયાધીશોની બદલી અને નિમણૂકના મામલે ભેદભાવ કરે છે. અમે પણ આ અંગે ચિંતિત છીએ. બીજી તરફ કેન્દ્ર તરફથી હાજર રહેલા વકીલે એટર્ની જનરલની ગેરહાજરીને કારણે મામલો સ્થગિત કરવાની માંગ કરી હતી. એડવોકેટ એસોસિએશન બેંગ્લુરુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, કેન્દ્ર કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા નામોને મંજૂરી આપવામાં બિનજરૂરી વિલંબ કરી રહ્યું છે. પ્રશાંત ભૂષણની દલીલ પર જસ્ટિસ કૌલે કહ્યું કે, આ મુદ્દો પહેલા પણ ઉઠાવવામાં આવ્યો છે. હું પણ કેટલાક મુદ્દાઓ અંગે ચિંતિત છું. જાે કે મુદ્દાઓ ઘણા છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ બાદ લાંબા સમય પછી કેન્દ્ર સરકારે પાંચ જજાેની નિમણૂકને મંજૂરી આપી હતી. આ પછી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પંકજ મિથલ, સંજય કરોલ, પીવી સંજય કુમાર, અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને મનોજ મિશ્રાની નિમણૂક કરવામાં આવી હતી. સોમવારે જસ્ટિસ રાજેશ બિંદલ અને અરવિંદ કુમારે પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જાે કે, કોલેજિયમ અને કેન્દ્ર વચ્ચે હજુ પણ ખેંચતાણ ચાલુ છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.