Western Times News

Gujarati News

Tata-AirBus Deal: 250 એરક્રાફ્ટ માટે ટાટા-એરબસ વચ્ચે ઐતિહાસિક ડીલ

નવી દિલ્હી, ટાટા જૂથે મંગળવારે તેની એરલાઇન એર ઇન્ડિયા (Tata-AirBus Deal for Air India) માટે ૨૫૦ એરક્રાફ્ટ ખરીદવા માટે ફ્રેન્ચ કંપની એરબસ સાથે સોદો કર્યો છે. બંને કંપનીઓ વચ્ચેની આ ડીલ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ કહેવાય છે. આ ડીલ હેઠળ, ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન એરબસ પાસેથી ૪૦ મોટા આકારના કે છ૩૫૦ અને ૨૧૦ નાના આકારના એરક્રાફ્ટ ખરીદશે.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ (France President) ઈમેન્યુઅલ મેક્રોંએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એર ઈન્ડિયા-એરબસ ભાગીદારીના લોન્ચિંગમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને આ મોટી ડીલ માટે અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે, મેક્રોને વડા પ્રધાનને પ્રિય નરેન્દ્ર તરીકે સંબોધ્યા અને આ નવી ભાગીદારીના આમંત્રણ માટે તેમનો આભાર માન્યો.

આ વીડિયો કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું, ‘ઐતિહાસિક કરાર માટે એર ઈન્ડિયા અને એર બસને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આ મહત્વપૂર્ણ સોદો ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધો તેમજ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સફળતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતાનો મુદ્દો હોય કે પછી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય સુરક્ષા, ભારત અને ફ્રાન્સ સાથે મળીને સકારાત્મક યોગદાન આપી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું, “ભારતના ‘મેક ઇન ઇન્ડિયા – મેક ફોર ધ વર્લ્ડ’ વિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં ઘણી નવી તકો ખુલી રહી છે. એરબસ સાથે સારા સંબંધ બાંધ્યા છે. આજે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમે એરબસ પાસેથી ૨૫૦ એરક્રાફ્ટ ખરીદવાના ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

ટાટા ગ્રુપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. આ અધિગ્રહણ પછી, ટાટા જૂથ આ એરલાઇનને આગળ લઈ જવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. એરલાઈને છેલ્લે ૨૦૦૫માં ૧૧૧ એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. તેમાંથી ૬૮ એરક્રાફ્ટ બોઇંગ અને ૪૩ એરબસ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા હતા.

ટાટા જૂથે ૨૭ જાન્યુઆરીએ એર ઈન્ડિયાના અધિગ્રહણને એક વર્ષ પૂર્ણ કર્યું હતું. તે સમયે, એરલાઈને કહ્યું હતું કે તે ભાવિ વૃદ્ધિને આગળ વધારવા માટે નવા એરક્રાફ્ટની ખરીદી માટે ઐતિહાસિક ઓર્ડરને અંતિમ સ્વરૂપ આપી રહી છે.SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.