Western Times News

Gujarati News

વેદાંતા રિસોર્સીસે 11 મહિનામાં 2 અબજ ડોલરનું દેવું ઘટાડ્યું

લંડન, ભારતની સૌથી મોટી કુદરતી સંસાધનોની કંપની વેદાંતા લિમિટેડની મૂળ કંપની વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (વેદાંતા)એ છેલ્લાં 11 મહિના દરમિયાન 2 અબજ ડોલરનું ઋણ ઘટાડ્યું છે, જેથી પહેલા વર્ષમાં જ 3 વર્ષમાં 4 અબજ ડોલરનું ઋણ ઘટાડવાની અડધી કટિબદ્ધતા પૂર્ણ થઈ છે. Vedanta Resources Reduces Net Debt by USD 2 bn

સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં અર્થતંત્રમાં મજબૂત સ્થાનિક વપરાશથી સંચાલિત વેદાંતા ઊંચો રોકડપ્રવાહ ધરાવે છે, તો સાથે સાથે કંપની શિસ્તબદ્ધ રીતે મૂડીની ફાળવણી જાળવી રાખી છે અને ચાલુ નાણાકીય વર્ષ માટેની યોજનાઓ અગાઉ 2 અબજ ડોલર સુધીનું ચોખ્ખું ઋણ ઘટાડ્યું છે.

નાણાકીય વર્ષ 2024/25 દરમિયાન વેદાંતા 7.7 અબજ ડોલરનું ચોખ્ખું ઋણ ઘટાડવાનું જાળવી રાખશે તથા નાણાકીય વર્ષ 2023-24માં લિક્વિડિટીની જરૂરિયાત આંતરિક રીતે અને બાકીની જરૂરિયાત પુનઃધિરાણ મારફતે પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. છેલ્લાં 20 વર્ષ દરમિયાન વેદાંતાએ ડેટ અને ઇક્વિટી મારફતે 35 અબજ ડોલરથી વધારે ફંડ ઊભું કર્યું છે અને શેરધારકોને અતિ ઊંચું વળતર આપ્યું છે, તો સાથે સાથે ઋણ અદા કરવાનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

FTSE 100 કંપનીમાં અગાઉ સ્થાન ધરાવતી કંપની વેદાંતા વિશિષ્ટ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં સામેલ છેઃ ઝિંક (વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ઉત્પાદક), એલ્યુમિનિયમ (મુખ્ય એલ્યુમિનિયમની ભારતની સૌથી મોટી ઉત્પાદક), ઓઇલ અને ગેસ (ભારતમાં ક્રૂડની સૌથી મોટી ખાનગી ઉત્પાદક), સિલ્વર (દુનિયામાં છઠ્ઠી સૌથી મોટી ઉત્પાદક), બેટરી મેટલ્સઃ નિકલ (ભારતની એકમાત્ર નિકલ ઉત્પાદક) અને કોબાલ્ટ, કોપર, આયર્ન ઓર અને સ્ટીલ તથા કમર્શિયલ એનર્જી.

વેદાંતાની વૃદ્ધિના આગામી તબક્કાને એની સંલગ્ન કંપનીઓના સેમિકંડક્ટર્સ (ફોક્સકોન સાથે જોડાણમાં ભારતમાં પ્રથમ સેમિકંડક્ટર નિર્માતા), ડિસ્પ્લે ગ્લાસ (એવાનસ્ટ્રેટ), રિન્યૂએબલ્સ (કેકેઆર સાથે સંયુક્ત સાહસ મારફતે), ઓપ્ટિકલ ફાઇબર (ફાઇબર ટૂ હોમ) અને ટ્રાન્સમિશન્સમાં રોકાણ દ્વારા વેગ મળશે. વેદાંતાનો પોર્ટફોલિયો વિશિષ્ટ રીતે પરંપરાગત અને અદ્યતન વ્યવસાયોને આવરી લે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી ધરાવતું ગ્રૂપ વેદાંતા ભારતની વૃદ્ધિ, સ્થિર શાસન અને 1.4 અબજ ભારતીયોની ક્ષમતાનો લાભ લેવા સજ્જ છે, જેથી ભારતીયો સ્થાનિક ઉત્પાદન પર વધુ નિર્ભર રહે અને સરકારના આત્મનિર્ભર અભિયાનને વેગ મળે. વેદાંતા લિમિટેડ વર્ષ 2022માં ડાઉ જોન્સ સસ્ટેઇનેબિલિટી ઇન્ડેક્સમાં છઠ્ઠો રેન્દ ધરાવતી હતી, જે 14 રેન્કની હરણફાળ છે તથા પોતાની મજબૂત ઇએસજી કામગીરીના પીઠબળ પર સતત મૂલ્ય પ્રદાન કરવાની વિશિષ્ટ સ્થિતિમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.