Western Times News

Gujarati News

કલ્યાણી શાળાનો ઝોન કક્ષાએ કલા મહાકુંભમાં યશશ્વી દેખાવ

(પ્રતિનિધિ)અતુલ, કમિશ્નર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ,ભરૂચ દ્રારા આયોજિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા – ૨૦૨૨-૨૩ તાઃ-૧૬/૦૨/૨૦૨૩ નાં ગુરૂવાર અને તાઃ-૧૭/૦૨/૨૦૨૩ નાં શુક્રવારનાં રોજ એસેન્ટ સ્કુલ , અંકલેશ્વર ખાતે યોજાઇ હતી.

જેમાં અમારી કલ્યાણી શાળા અતુલનાં વિદ્યાર્થીઓએ કુલ ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં (૧) દોહા છંદ ચોપાઈ ઉઝમા એસ. સૈયદ- દ્‌ગીતીય (૧૫ થી ૨૦ વર્ષ ) (૨) જિયા ટી. નાયકા તૃતીય (૬ થી ૧૪ વર્ષ ) (૩) એકપાત્રી અભિનય કૈસ મહમંદ શેખ (૧૫ થી ૨૦વર્ષ ) (૪) હાર્મોનિયમ વાદન શની જે. ધોબી તૃતીય (૬ થી ૧૪ વર્ષ) ક્રમ પ્રાપ્ત કરી શાળાનું તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કરેલ છે. આ તમામ વિજેતા વિધાર્થીઓને તથા માર્ગદર્શક શિક્ષકોને સંચાલક મંડળ, આચાર્ય સુનીલપટેલ તથા સમગ્ર કલ્યાણી શાળા પરિવારે ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી. બીજા નંબરે રહેલ ઉઝમા એસ. સૈયદ હવે રાજય કક્ષાએ ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.