Western Times News

Gujarati News

સ્કુલ વાન- રીક્ષાચાલકોએ વાલીઓને બાનમાં લીધા

વડોદરામાં પોલીસતંત્ર વિદ્યાર્થીઓની વ્હારે 

આરટીઓ દ્વારા સ્કુલ વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરાતા નિયમોનો ભંગ કરનાર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજયભરમાં ચેકિગ ઝુંબેશ શરૂ કરાતા સૌ પ્રથમ વડોદરામાં સ્કુલ વાહનના ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતાં જાકે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે પોલીસતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે પીસીઆર વાનો મુકવામાં આવી છે અને પોલીસ વાહનોમાં સ્કુલે જતાં બાળકો નજરે પડી રહયા છે.

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના નિકોલની શાળાના વિદ્યાર્થીઓને ભરીને જતી વાનમાંથી બાળકો પટકાવાની ઘટના બાદ આરટીઓ દ્વારા શહેરભરમાં શરૂ કરાયેલા ચેકિંગ ઝુંબેશના પગલે ક્ષતિઓ જણાતી વાનો અને રીક્ષાઓ ડીટેઈન કરવાની કાર્યવાહી કરાતા જ સ્કુલ રીક્ષા ચાલકો અને વાન ના ચાલકોએ આરટીઓના અધિકારીઓ પર હેરાનગતિ કરવાનો આરોપ મુકી આજથી હડતાલ પર ઉતરી જતા વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સવારથી જ વિદ્યાર્થીઓને મુકવા જતા વાલીઓ જાવા મળતા હતાં સ્કુલ રીક્ષાચાલકો અને વાન ચાલકોની દાદાગીરીથી વાલીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે. બીજીબાજુ આરટીઓ દ્વારા આજે પણ સ્કુલ બસોનું ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને ક્ષમતા કરતા વધુ સંખ્યામાં બેસાડયા બાદ વાન ચાલકે કાર હંકારતા જ ચાલુ કારે દરવાજા ખુલી ગયો હતો અને તેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા.

જેમાં એકને ગંભીર ઈજાઓ પહોંચતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા વાલીઓમાં પણ ભારે રોષ જાવા મળતો હતો ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ ગયા વર્ષે સ્કૂલના વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ વર્ષે પણ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં આરટીઓ દ્વારા ચેકિંગ શરૂ કરાયું હતું.

પરંતુ આ ચેકિંગ દરમિયાન જ વિદ્યાર્થીઓ પટકાવાની ઘટના ઘટી હતી જેના પરિણામે આરટીઓના અધિકારીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરભરમાં સઘન ઝુંબેશ શરૂ કરાઈ છે આ દરમિયાન ૪૦થી વધુ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતાં.

ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા ઉપરાંત ફિટનેશ સર્ટિફિકેટને લઈ આરટીઓ દ્વારા ચેકિંગ કરાતુ હતું જેમાં સંખ્યાબંધ રીક્ષાઓ અને વાનોમાં ક્ષતિઓ જણાઈ હતી જેના પરિણામે ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી કેટલાક ચાલકો પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો .

રાજય સરકારે પણ વિદ્યાર્થીઓ પટકાવાની ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને સમગ્ર ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો હતો આરટીઓની ઝુંબેશના પગલે સ્કુલ વાન અને રીક્ષાના ચાલકોમાં રોષ જાવા મળતો હતો આ દરમિયાનમાં ગઈકાલે બપોર બાદ કેટલાક સ્કુલવાન અને રીક્ષાચાલકોની બેઠકો યોજાઈ હતી અને તેમાં આરટીઓના અધિકારીઓ પરેશાન કરતા હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

આરટીઓની ઝુંબેશના પગલે સ્કુલ રીક્ષાઓ અને વાનો ડીટેઈન કરવામાં આવતા જ રોષે ભરાયેલા રીક્ષાચાલકો અને વાન ના ચાલકોએ હડતાલનું શ† ઉગામ્યુ હતું અને ગઈકાલે તેની જાહેરાત પણ કરી દીધી હતી જેના પગલે આજે સવારથી જ સ્કુલ રીક્ષાચાલકો અને વાનના ચાલકોએ હડતાલ પાડી છે સવારે વિદ્યાર્થીઓ સ્કુલે જવા માટે તૈયાર થયા હતા પરંતુ વાન અને રીક્ષાચાલકો નહી આવતા વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી જેના પગલે વાલીઓએ પોતાના નોકરી ધંધાને બાજુ પર મુકી પોતાના સંતાનોને શાળાએ મુકવાની ફરજ પડી હતી.

સવારે સ્કુલ વાનના ચાલકો અને રીક્ષા ચાલકો વિદ્યાર્થીઓને લેવા નહી આવતા વાલીઓમાં પણ ભારે રોષ જાવા મળતો હતો જેના પગલે સ્કુલની બહાર વાલીઓ પણ ઉગ્ર ચર્ચા કરતા જાવા મળતા હતાં વિદ્યાર્થીઓના હિતમાં બનાવવામાં આવેલા નિયમોનું રીક્ષાચાલકો અને વાનના ચાલકોએ પાલન કરવું જા

ઈએ તેવો મત વાલીઓમાં જાવા મળતો હતો વિદ્યાર્થીઓના જીવ જાખમમાં મુકાય તેવી રીતે નિયમોનો ભંગ ન થવો જાઈએ.
તેની ખાસ તકેદારી રાખવી પડે. આ પરિસ્થિતિ આરટીઓએ નિયમોનું પાલન કરવા ઝુંબેશ શરૂ કરતા સ્કૂલ વાહનોના ચાલકોએ હડતાલ પાડતાં જ તેના ઘેરા પ્રત્યાઘાત શહેરભરમાં પડયા છે શાળા સંચાલકો દ્વારા પણ આવ વાહનો સામે કાર્યવાહી કરવી જાઈતી હતી પરંતુ તેમ નહી થતાં આજે વાલીઓ મુશ્કેલીમાં  મુકાયા છે.

સવારથી જ અમદાવાદ શહેરમાં સ્કુલવાનના અને રીક્ષાચાલકોની હડતાલના પગલે ભારે અફડાતફડી સર્જાઈ હતી કેટલાક વિદ્યાર્થીઓ વાનની રાહ જાઈને બેસી રહયા હતા અને આખરે હડતાલની ખબર પડતાં વાલીઓએ દોડધામ કરી મુકી હતી કેટલાક વિદ્યાર્થીઓ સ્કુલે મોડા પણ પહોંચ્યા હતાં. પ્રાપ્ત માહિતી મુજબ સ્કુલવાન અને  ક્ષાચાલકોની હડતાલ હજુ પણ ચાલુ રહેવાની છે તેથી તાત્કાલિક તેનો અંત લાવવો જરૂરી છે.

અમદાવાદ શહેરમાં આજે હડતાલ પાડયા બાદ આવતીકાલે પણ સ્કુલ વાહનના ચાલકોની હડતાલ હોવાનું જાણવા મળી રહયું છે સ્કુલ વાહનના ચાલકો દ્વારા વાલીઓને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો છે જેની સામે ભારે રોષ જાવા મળી રહયો છે અમદાવાદ ઉપરાંત વડોદરા અને જૂનાગઢમાં પણ સ્કુલવાનના ચાલકોની હડતાલ થઈ છે આજે જૂનાગઢના વાન ચાલકોએ હડતાલ પાડતા ૧૦૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.