Western Times News

Gujarati News

લર્નિંગ લાયસન્સની પરીક્ષા માટે RTO નહીં જવું પડે

RTO Ahmedabad Sabarmati

(એજન્સી)નવી દિલ્હી, કોઈપણ સરકારી કામકાજ હોય ત્યારે સામાન્ય નાગરિક એ વાતની ચિંતા કરવા લાગે છે કે હવે આ કામ હું કરીશ કઈ રીતે? ક્યાં જવું પડશે? કોણ બનાવી આપશે? કેટલા પૈસા ખર્ચવા પડશે? આવી બધી ચિંતાઓ વચ્ચે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવું પણ લોકો માટે મોટી ચિંતાનો વિષય હતો.

લાઈસન્સ વગર વાહન ચલાવવું દરેક વ્યક્તિ માટે નુકસાનકારક જ હોય છે. તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે દેશનાં તમામ રાજ્યો માટે મહત્ત્વનો આદેશ પસાર કર્યો છે. હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા માટે તમારે આરટીઓ ઓફિસે જવું નહીં પડે.

કેન્દ્ર સરકારે આદેશ આપતાં જણાવ્યું છે કે હવે દરેક વ્યક્તિ લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા મોબાઈલથી જ આપી શકશે. હવે સેન્ટર પર જઈને ધક્કા ખાવાની જરુર નહીં પડે. જાેકે આ પદ્ધતિ અંગે કેટલાક ચોક્કસ નિયમો પણ જાહેર કરાયા છે. ગેરરીતિ વગર ઘરે બેઠા લર્નિગ લાયસન્સ મળે તે માટે વ્યવસ્થા કરવાનો કેન્દ્ર સરકારે ર્નિણય કર્યો છે.

કેન્દ્ર સરકારે લાયસન્સની પરીક્ષા આપનારાઓ માટે નવી પદ્ધતિ અંગે રાજ્ય સરકારને આદેશ આપ્યાં છે. જેમાં કેન્દ્રએ જણાવ્યું કે પરીક્ષાર્થીઓ લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા મોબાઈલથી જ આપી શકશે.

તેમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી અભ્યાસક્રમ રખાશે અને તે શીખ્યા બાદ ૭ દિવસમાં સરકારના પોર્ટલ અથવા મોબાઈલમાં પરીક્ષા આપી શકાશે. આ પરીક્ષા માટે સ્પેશિયલ ફેસ રેકગ્નાઈઝેશન અને આધારકાર્ડ બેઝ સિસ્ટમ ગોઠવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.