Western Times News

Gujarati News

ગુજરાતમાં ધોરણ ૫થી ૮માં હવે માસ પ્રમોશન નહીં મળે

પ્રતિકાત્મક

ગાંધીનગર, કોરોના સંકટના મુશ્કેલ સમય બાદ આ વર્ષ દરેક માટે સારૂ રહ્યું છે. ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ વર્ષે શાળાએ જઈને શિક્ષણ મેળવ્યું છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓનલાઇન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ વર્ષે શાળાએ જઈને અભ્યાસ કરવાની તક મળી હતી. In Gujarat, there will be no mass promotion in class 5 to 8.

હવે શૈક્ષણિક સત્ર પૂરુ થવા આવ્યું છે અને એપ્રિલ મહિનામાં પરીક્ષાઓ યોજાવાની છે. આ વચ્ચે ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ-૫થી ધોરણ ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાે બે વિષયમાં ૩૫ ટકા કરતા ઓછા માર્ક્‌સ હશે

તો તેને આગળના ધોરણમાં મોકલવામાં આવશે નહીં. એટલે કે જાે કોઈ વિદ્યાર્થીને ધોરણ ૫થી ૮માં બે વિષયમાં ૩૫ કરતા ઓછા માર્ક્‌સ આવશે તો તેને નાપાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીએ બીજીવાર તે ધોરણનો અભ્યાસ કરવો પડશે. દેશમાં ૨૦૨૦ની શરૂઆતમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી.

ત્યારબાદ દેશભરમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશભરમાં ચાલેલા કોરોના સંકટ દરમિયાન શિક્ષણ પર સૌથી ખરાબ અસર પડી હતી. દરેક સ્કૂલમાં ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. તેને જાેતા રાજ્ય સરકાર દ્વારા પણ ધોરણ ૧થી ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.