Western Times News

Gujarati News

નડિયાદ નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી/વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા સુચનાની અમલવારીના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા તથા પો.સ.ઇ એમ.જે.બારોટ એલ.સી.બી.ખેડા- નડીયાદ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફ પ્રોહી/જુગાર ડ્રાઇવ અંગે નડિયાદ ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો.મહાવીરસિંહ તથા કેતનકુમાર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ ગાડી નંબર- ય્ત્ન-૦૧-ઇઢ-૪૬૬૮ મા વિદેશી દારૂ ભરી અમદાવાદ, અસલાલી થઇ માતર હાઇવે થઇ નડિયાદ તરફ જનાર છે.

જે બાતમી આધારે હરીયાળા ધોળકા ચોકડી બ્રીજ ઉતરી વોચમાં ઉભા હતા દરમ્યાન બાતમી હકીકત મુજબની ગાડી આવતા સદરી ગાડીના ચાલકને ગાડી રોકવા બેટરી લાઇટ/હાથથી ઇશારો કરતા સદરી ગાડીના ચાલકે ગાડી ઉભી નહીં રાખી તેને પોતાની ગાડી રોડ ઉપર આગળ હંકારી મુકેલ જેથી પોલીસ માણસો સાથે ગાડીનો પીછો કરતા ગાડીના ચાલકે ગાડી ને.હા.૪૮ ઉપરથી નડિયાદ તરફ જવાના રસ્તે હંકારેલ અને સદરહું ગાડીને ડભાણ એશીયન ઠુંડ પાસે આવતા ચાલકે અચાનક ધીમી કરેલ જેથી સદરહું ગાડીને ખાનગી વાહનોથી કોર્ડન કરતા સદરી ગાડીને રોકી લીધેલ અને ગાડીનો ચાલકની બાજુમાં બેઠેલ ઇસમ અંધારાનો લાભ લઇ નાશી ગયેલ તેમજ ગાડીનો ચાલક (૧) શ્રવણકુમાર સઓ હરીરામ બગડુરામ બિશ્નોઇ રહે. ડીગામ,જાગઉંકી ઘાણી તા.રાણીવાડા જી. ઝાલોર (રાજસ્થાન) નાઓ પોતાના કબ્જા ભોગવટાની એક સફેદ સ્વીફ્ટ ગાડી રજીસ્ટર નંબર- ય્ત્ન-૦૧-ઇઢ-૪૬૬૮ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મા વગર પાસ પરમીટની ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની નાની-મોટી કુલ બોટલ નંગ- ૭૧૮ જેની કુલ કિં.રૂા.૧,૬૭,૦૦૦/- નો તથા આરોપીની અંગ ઝડતીમાથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કુલ કિ.રૂા.૫૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪,૭૨,૦૦૦/- નાઓ પકડાઇ ગયેલ તથા ના.કુ આરોપી(૨) જાલારામ જાટ રહે.કોટડા, જાટો કી ઢાણી તા.સાંચોર (સદર ગાડીમાંથી ઉતરી ભાગી ગયેલ છે તે) તથા (૩) મોહનકુમાર બીમોઇ રહે.બી-ઢોણી સાંચોર રાજસ્થાન (જથ્થો મોકલી આપનાર) તેમજ તપાસમાં નીકળે તે તમામ ઇસમો વિરુધ્ધ નડિયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહિ ધારા મુજબ હેડ.કો.મહાવીરસિંહ કાળુભા નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.