Western Times News

Gujarati News

ગુજરાતના દરેક તાલુકામાં ઉદ્યોગ સ્થપાય તેવું રાજ્ય સરકારનું આયોજન: ઉદ્યોગ મંત્રી

•    ઔદ્યોગિક પાર્ક માટે ન્યુનત્તમ ૨૦ હેક્ટર અને વન બંધુ વિસ્તારમાં પાંચ હેક્ટર જમીન જરૂરી

•    રાજ્યમાં ૪૨ ઔદ્યોગિક પાર્ક યોજનામાં ૪૭.૯૫ કરોડનું રોકાણ

ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે ગુજરાતમાં વધુમાં વધુ મૂડી રોકાણ થવાની સાથે દરેક તાલુકામાં ઉદ્યોગો સ્થપાય તેવું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. State government plans to set up industries in every taluk of Gujarat: Industries Minister

ઔદ્યોગિક પાર્ક યોજના હેઠળ ઇનફાસ્ટ્રક્ચર અને બિલ્ડીંગ મૂડી રોકાણ અંતર્ગત પ્રશ્નના પ્રત્યુતરમાં ઉદ્યોગ મંત્રીશ્રી એ જણાવ્યું કે, રાજ્યમાં ‘ઔદ્યોગિક પાર્ક યોજના’ હેઠળ ૪૨ ઔદ્યોગિક પાર્કની નોંધણી કરવામાં આવી છે, જેમાં ૪૭.૯૫ કરોડ મૂડી રોકાણ થયેલ છે.

ઔદ્યોગિક પાર્ક માટે જમીન વિસ્તાર અંતર્ગત મંત્રીશ્રી જણાવ્યું કે ઔદ્યોગિક વિસ્તાર માટે ૨૦ હેક્ટર અને વનબંધુ વિસ્તાર માટે પાંચ હેક્ટર જમીન હોવી જરૂરી છે. સુરત જિલ્લા અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરતમાં આઠ ઔદ્યોગિક પાર્કની નોંધણી થયેલ છે જેમાં ૭૩૬ કરોડ સૂચિત મૂડી રોકાણ છે.

ઔદ્યોગિક પાર્કની નોંધણીની સત્તા ઉદ્યોગ કમિશનર પાસે છે. આદિજાતિ વિસ્તારના ઔદ્યોગિક પાર્ક અંતર્ગત મંત્રીશ્રી જણાવ્યું કે આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓમાં ૫૩ તાલુકાઓમાં યોજના અંતર્ગત સહાય કરવામાં આવી છે.

ઔદ્યોગિક પાર્ક યોજના સહાય માટે મૂડી રોકાણના ૨૫ ટકા, પરંતુ ૩૦ કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ-ડોરમેટરી માટે નવા બિલ્ડીંગ બાંધકામના મૂડી રોકાણના ૨૫ ટકા પરંતુ ૮૦ કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

વનબંધુ તાલુકાઓમાં આ સહાય મૂડી રોકાણના ૫૦%  પરંતુ 30 કરોડની મર્યાદામાં આપવામાં આવે છે. ભારત સરકારની સહાય અંતર્ગત મંત્રીશ્રી જણાવ્યું કે, ઔદ્યોગિક પાર્ક માટે ભારત સરકારની સહાય મેળવવામાં આવી હશે તો પ્રોજેક્ટ ખર્ચના ૬૦ ટકાથી તેમજ વનબંધુ તાલુકામાં 80 ટકા સહાય માટે પાત્ર રહેશે. મંત્રીશ્રીએ સુરત જિલ્લાના વનબંધુ તાલુકામાં ઔદ્યોગિક પાર્ક અંતર્ગત જણાવ્યું કે, પાંચ વનબંધુ તાલુકામાં રૂ.૨૧૩ કરોડ સૂચિત મૂડી રોકાણ થયેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.