Western Times News

Gujarati News

OMG:રતલામનો હાથી છે ચા નો શોખીન

નવી દિલ્હી, તમે ચાના શોખીન ઘણાને જાેયા જ હશે, પરંતુ જંગલનો સૌથી મોટો કહેવાતા પ્રાણી, કે જેને હાથી દાદા કહેવામાં આવે છે તે પણ હવે ચાના દીવાના બની ગયા છે. તેને પણ ચાનો ચસ્કો લાગ્યો છે. ચાના શોખીન આ હાથી દાદા રતલામમાં છે. તેની જીભે ચાનો એવો સ્વાદ ચઢ્યો કે, તે વહેલી સવારે ચાની દુકાને પહોંચી જાય છે. તેઓ બજારમાં પહોંચે છે અને ચાની દુકાનને જ સીધા ચાલ્યા જાય છે.

રતલામના આ વિસ્તારની આ રોજની ઘટના છે. અહીંના લોકો હવે હાથી દાદાના આ શોખથી ટેવાઈ ગયા છે. હાથી તેના મહાવત સાથે આવે છે અને માણસની જેમ જ દુકાન પર ઉભો રહે છે. આ સમગ્ર ઘટના રતલામના દલુમોડી ચોક સ્થિત એક રેસ્ટોરન્ટની છે. OMG: Ratlam’s elephant is fond of tea

આ હાથી અહીંની ચાનો ગાંડો છે. તે અહીં આવે છે અને આવ્યા પછી ઉભો રહી જાય છે. દુકાનદાર પણ હાથીની પસંદગીથી વાકેફ થઈ ગયો છે. તે ઝડપથી ચા બનાવે છે અને હાથીને પોતાના હાથે ચા પીવડાવે છે. કહેવાય છે કે, તે રોજની જેમ આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

https://www.yahoo.com/video/tea-loving-elephant-visits-shop-080000135.html

એક દિવસ જ્યારે તે આ દુકાન પર ચા પીવા માટે રોકાયો, ત્યારે દુકાનદારે પ્રેમથી આ હાથીને પણ ચા આપી હતી. બસ પછી શું, હાથીને ચાનો સ્વાદ એટલો ગમ્યો કે, તે દિવસથી આજની તારીખે તેણે ચા પીવાનો નિયમ બનાવી દીધો છે. હાથી પણ સમયનો પાબંદ છે.

સવારે ૮ વાગ્યાની સાથે જ તેઓ દુકાનની સામે પડાવ નાખે છે. દુકાનદાર પણ આ હાથી માટે ખૂબ પ્રેમથી ચા બનાવે છે અને એક મોટા વાસણમાં ભરીને તેને પીવડાવે છે. હાથી રાજાની ચા પણ સંપૂર્ણપણે મફત છે. હવે આ ચા પ્રેમી હાથીને જાેવા માટે લોકો પણ આ દુકાન પર ભેગા થવા લાગ્યા છે.

હાથીના ચા પ્રત્યેના આ પ્રેમને જાેઈને દરેકને આનંદ થાય છે. હાથી રાજાનો દુકાનદાર પ્રત્યેનો પ્રેમ એવો પણ છે કે, તે દાલુમોદી ચોકમાં આવેલી આ દુકાનમાંથી જ ચા પીવાનું પસંદ કરે છે.

જ્યારે કોઈ અન્ય ચા વેચનાર તેને ચા આપવાનો પ્રયત્ન કરે છે, ત્યારે હાથી રાજા સુંઘે છે અને આગળ વધી જાય છે. ત્યાં ચા પીતો નથી. આ દુકાનદાર અને આસપાસના લોકો પણ રોજ હાથી દાદાની રાહ જુએ છે. લોકો તેમને ચા પીવડાવીને જાેયા પછી જ તેમનું કામ શરૂ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.