Western Times News

Gujarati News

મોરબી દ્વારકેશ યુવા ગ્રુપ : દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ચાર વર્ષથી ઠંડા પીણાની સેવા પૂરી પાડતા યુવાનો

(પ્રતિનિધિ)હળવદ, મોરબી ખાતે દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દ્વારકા દર્શનને જતા પદયાત્રીઓ માટે મોરબીથી દ્વારકા સુધી પેટ્રોલિંગ કરી ઠંડા પીણાની વ્યવસ્થા દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા પૂરી પાડવામા આવે છે.

જેમા પદયાત્રીઓને ઠેર ઠેર પાણી-શરબત-મેડિકલ સહીતની પદયાત્રીઓને ભક્તિ ભાવે આસ્થા સાથે સેવાઓ પૂરી પાડે છે. જેમા મોરબી દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા સેવા પૂરી પાડતા યુવાનો દેવરાજ ભરવાડ,હાર્દિક ભરવાડ,સાગર ભરવાડ,નિલેશ ભરવાડ,મેઘરાજ ચૌહાણ,નીતિન ભરવાડ,ગૌરવ ભરવાડ,કિરણ ભરવાડ,કરણ ભરવાડ,વિજય ભરવાડ,ડેનિસ ભરવાડ,રાહુલ ભરવાડ સહિતના ભરવાડ સમાજના યુવાનો દ્વારા મોરબીથી દ્વારકા સુધી પદયાત્રીઓને પોતાની યથાશક્તિ પ્રમાણે દ્વારકેશ યુવા ગ્રુપના નેજામા સેવાઓ પૂરી પાડી રહ્યા છે.જે તસવીરમા દ્રષ્ટિ ગોચર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.