Western Times News

Gujarati News

સાયન્સ સીટી ખાતે આયોજિત સાયન્સ કાર્નિવલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પંચમહાલના બાળકોએ ભાગ લીધો

(પ્રતિનિધિ)ગોધરા, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટી , ગુજકોસ્ટ તથા ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના સહયોગ દ્વારા પંચમહાલ જીલ્લાની શાળાઓના બાળકોને અમદાવાદ ગુજરાત સાયન્સ સીટી પ્રવાસ કરાવતા બાળકો રોમાંચિત બન્યા હતા..ઉલ્લેખનીય છે કે ,લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વર્ષ દરમ્યાન વિજ્ઞાનને લગતી અવનવી પ્રવૃતિઓ કરાવામાં આવતી હોય છે.જેમાં નાટ્ય ઉત્સવ, વિજ્ઞાન પરિષદ, સમર કેમ્પ, એનીમેશન ફિલ્મ શો જેવી પ્રવૃતિઓ દ્વારા જીલ્લાના નાગરિકો તથા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે.

લોક વિજ્ઞાન કેન્દ્રનો મુખ્ય હેતુ કોઈ પણ ઘટના અને પરીશ્થીતીને વૈજ્ઞાનિક અભિગમ સાથે તાલ મેલ કરી તેની પાછળના રહસ્યને ઉજાગર કરવાનો હોય છે.ચાલુ વર્ષે ગુજરાત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયન્સ સીટી અને વિજ્ઞાન પ્રસાર ના માધ્યમથી સાયન્સ કાર્નિવલ -૨૦૨૩ નું આયોજન સાયન્સ સીટી ,અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

આ સાયન્સ કાર્નિવલ તારીખ ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ ૨૦૨૩સુધી સાયન્સ સીટી ,અમદાવાદ ખાતે યોજાયેલ છે. સાયન્સ કાર્નિવલનું ઉદઘાટન તારીખ ૨૮ ફેબ્રુઆરી ના રોજ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાયન્સ કાર્નિવલ માં વિવિધ વિવિધ પ્રકારના સાયન્ટીફીક સ્ટોલ મુકવામાં આવ્યા છે, જેનો ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ વિધ વિધ માહિતી મેળવી લાભ લઇ રહ્યા છે.સાયન્સ કાર્નિવલ -૨૦૨૩ ના મુખ્ય આકર્ષણો માં ૩-ડ્ઢ રંગોળી,સાયન્સ મેજિક શો,સાયન્સ બુક ફેર, આકાશ દર્શન,લાઈટ એન્ડ સાઉનડ શો મુખ્યત્વે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.