Western Times News

Gujarati News

ગોધરાના નિર્માતાએ બનાવી લેન્ડ ગ્રેબિગ જેવા વિષય પર ફિલ્મ, આગામી ૧૦ માર્ચે સિનેમાઘરોમા થશે રિલિઝ

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લેન્ડ ગ્રેબીંગનો કાયદો બન્યો છે, આ વિષયને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મનુ નિર્માણ ગોધરાના ફિલ્મ નિર્માતા દ્વારા કરવામા આવ્યુ છે,ગોધરા જીઆઈડીસી હોલ ખાતે આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી,જેમા કલાકારો ઉપસ્થિત રહયા હતા,અને પત્રકારોને ફિલ્મ વિશે માહિતી આપવામા આવી હતી.

આવા વિષય પર પહેલીવાર કોઈ ફિલ્મ ગુજરાતમા બની છે. જય ગુરુદેવ ઇન્ટરનેશનલ મુવીઝ દ્વારા સમગ્ર દેશ સાંપ્રત સમસ્યા કહી શકાય તેવી જમીન પર દબાણ અને ત્યારબાદલેન્ડ ગ્રેબિંગ તળે કાર્યવાહી અને જમીન માફિયા દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડવી અને પીડિત પરિવાર પર અત્યાચાર ગુજારવા વગેરે સાંપ્રત ઘટનાની સાંકળતી લેન્ડ ગ્રેબીન ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે અને આગામી ૧૦મી માર્ચના રોજ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જાણીતા સિનેમા ઘરોમાં રિલીઝ થનાર છે.

આ ફિલ્મમાં મુખ્ય હીરા તરીકે જાણીતા સમગ્ર ગુજરાતના યુવાનોમાં લોકપ્રિય એવા જાણીતા લોકગાયક ઉમેશ બારોટચેતન દેયા અને મુખ્ય અભિનેત્રી તરીકે જીલ જાેશી પોતાના કીરદાર નિભાવી રહ્યા છે ગેરકાયદેસર જમીન પર કબજાે કરનાર જમીન માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીન એક્ટ અમલી બનાવવામાં આવ્યો છે આમ સમગ્ર ઘટના ને સાંકળીને સરકાર દ્વારા જે કાયદાનું અમલી બનાવવા આવ્યો છે તેના વ્યાપક પ્રચાર પ્રસાર આ ગુજરાતી ફિલ્મ કરવામાં આવ્યો છે અને લોકજાગૃતિ પણ મુખ્ય પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે લેન્ડ ગ્રેબીન ગુજરાતી ફિલ્મ જમીન માફિયા ઉપર પોલીસ કાયદાનો સંકજાે કેવી રીતે ઉગામે છે અને પીડિત કેવી રીતના પોલીસ નું રક્ષણ મળે છે તે ઘટનાને પણ સાકળી લેવામાં આવી છે અને પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.