Western Times News

Gujarati News

મહારાષ્ટ્રઃ દિગ્ગજોની લડાઈ વચ્ચે નાના પક્ષોનો ૨૯ સભ્યો પર નજર

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં રાજકીય ભૂકંપની સ્થિતિ  સર્જાયા બાદ તમામ પક્ષો પોતપોતાની રણનિતી ઘડવામાં વ્યસ્ત બનેલા છે. દિગ્ગજાની લડાઈમાં હવે તમામની નજરો હવે નાના પક્ષો અને અપક્ષોના ૨૯ ધારાસભ્યો ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે. શનિવાર સવારથી જ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો દોર શરૂ થયો હતો.

દેવેન્દ્ર ફડનવીસને સવારમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ અપાવવામાં આવ્યા હતા. નાના પક્ષોને મનાવવાની હવે કવાયત શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ એનસીપીના અજીત પવારની સાથે મળીને સરકાર બનાવી લીધી છે પરંતુ તેની સામે મોટો પડકાર બહુમતી પુરવાર કરવાનો છે. પાર્ટીના નેતા આ બાબતનો દાવો કરી રહ્યા છે કે, તેમની પાસે ૧૭૦ ધારાસભ્યો છે પરંતુ સાથે સાથે આ કવાયત પણ ચાલી રહી છે કે, આ ધારાસભ્યો ખાસ કરીને નાના પક્ષોના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ અકબંધ રહે. બહુમતની રમતમાં આ ધારાસભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેનાર છે. આવી સ્થિતિમાં  પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, આ ધારાસભ્યોઓનો ટેકો કયા રાજકીય પક્ષને મળશે. દેવેન્દ્ર ફડનવીસે શનિવારના દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

તેમની પાસે ભાજપના ૧૦૫ ધારાસભ્યો અને અપક્ષોના સમર્થન છે. રસપ્રદ બાબત એ છે કે, બહુમત પરિક્ષણવેળા નાના પક્ષો અને અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા ૨૯ ધારાસભ્યોનુ સમર્થન કોને મળે છે. હકીકતમાં શિવસેનાએ દાવા કર્યો છે કે, તેની પાસે આવા સાત ધારાસભ્યો રહેલા છે. પાર્ટીના નેતાઓનું કહેવુ છે કે, હાલના સમયમાં તમામ અપક્ષ ઉમદવારોને એક સાથે રાખવાની બાબત પણ પડકાર રૂપ બનેલી છે. ભાજપના એક નેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે,ટૂંકમાં Âસ્થતિ વધારે સ્પષ્ટ થઈ શકે છે. બહુમત પરિક્ષણ વેળા એક એક સભ્યની ગણતરી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.