Western Times News

Gujarati News

આ અભિનેત્રી ભજવી રહી છે “ગદર-૨”માં તારા સિંહની વહૂની ભૂમિકા

મુંબઈ, ૨૧ વર્ષ બાદ દર્શકો તારા સિંહ અને સકીનાની જાેડીને ફરીથી સ્ક્રીન પર જાેવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારથી ફિલ્મ ‘ગદર ૨’ ની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

‘ગદર ૨’ના સેટ પરથી અવારનવાર તેમની તસવીરો પણ વાયરલ થાય છે. જાેકે, લોકો આ ફિલ્મ વિશે વધારેમાં વધારે માહિતી મેળવવા માટે વ્યસ્ત છે, તો આ શાનદાર ખબર એવા લોકો માટે જ છે. કારણકે, આજે અમે એવી એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આ ફિલ્મ સાથે પહેલીવાર જાેડાઈ છે.

વર્ષ ૨૦૦૧માં આવેલી અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગદર ૨’માં જે કલાકાર હતાં, તે ‘ગદર ૨’માં પણ જાેવા મળશે. સિવાય અમરીશ પુરી, કારણકે દિવંગત કલાકાર હવે આપણી વચ્ચે નથી. વળી, ફિલ્મમાં તારા સિંહ અને સકીનાના દીકરા જીતનું પાત્ર ઉત્કર્ષ શર્મા જ ભજવશે, જે ૨૧ વર્ષનો હવે ખૂબ જ મોટો થઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર હવે ‘ગદર ૨’ એક્ટ્રેસ સિમરત કૌર જીતેની પત્નીની ભૂમિકા ભજવતી જાેવા મળશે. જણાવી દઈએ કે, તારા સિંહની વહુ દેખાવમાં ખૂબ જ સુંદર અને બોલ્ડનેસમાં તો સાસુમાં સકીનાને પણ માત આપે છે.

હાલ સોશિયલ મીડિયામાં પણ સિમરતની તસવીરો છવાઈ ગઈ છે, જેમાં તેણી ગ્લમેરનો તડકો લગાવતી જાેવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સિમરત તેના એકથી એક બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Simrat Kaur (@simratkaur_16)

જણાવી દઈએ કે, ૨૦૧૭માં ઋષિની તેલુગુ રોમાન્ટિક ડ્રામા ‘પ્રેમથો મી કાર્તિક’માં કાર્તિકે ગુમ્માકોંડાની સાથે અભિનયની શરુઆત કરી હતી. ૨૦૧૮માં સિમરતે ‘પરિચયમ’ અને ‘સોની’માં કામ કર્યું હતું. ૨૦૧૯ માં, તેણીને તેલુગુ રોમેન્ટિક થ્રિલર ‘ડર્ટી હરિ’ માટે લીડ ફિમેલ તરીકે પસંદ કરવામાં આવી હતી.

જેમાં તેણી શ્રવણ રેડ્ડીની સાથે જાેવા મળશે. તેણીને હિમંત સંધૂ દ્વારા ‘બૂર્જ ખલિફા’ અને ‘લારા લપ્પા’ જેવા પંજાબી મ્યૂઝિક વીડિયોમાં જાેવા મળી ચુકી છે. ૨૦૨૧માં, તેણીને મિકા સિંહે એક રોમાન્ટિક ગીત ‘તેરે બિન જીંદગી’માં પણ કામ કર્યુ હતું. ૨૦૨૨માં તેને નાગાર્જૂનની ‘બંગરાજૂ’માં કામ કરવાનો મોકો મળ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.