Western Times News

Gujarati News

ત્રણ વર્ષમાં સોલાર જનરેશનની ક્ષમતાને 5345 મેગાવોટથી વધારીને 18,000 મેગાવોટ કરાશે

PMKUSUM યોજના અંતર્ગત તમામ ખેતીવાડી ફીડરના સોલરાઇઝેશનનું આયોજન

જુનાગઢ જિલ્લામાં 166 વીજ ફીડર દ્વારા 32,061 ખેડૂતો ‘કિસાન સૂર્યોદય યોજના’ થકી દિવસે વીજળી મેળવે છે- આણંદ જિલ્લામાં 74 ફીડર હેઠળ 162 ગામોને આવરી લેવાયા, ખેડામાં 35 ફીડર હાલ કાર્યરત

જુનાગઢ જિલ્લામાં 166 વીજ ફીડર દ્વારા 32,061 ખેડૂતો ‘કિસાન સૂર્યોદય યોજના’ રાજ્યના ખેડૂતોને દિવસના સમયે પણ પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે એ માટે રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવવામાં આવી છે. ત્યારે આ યોજનાને કેન્દ્ર સરકારની PMKUSUM-C યોજના હેઠળ આવરી લઈ,

રાજ્યમાં ઉપલબ્ધ સૌરઊર્જાના મહત્તમ ઉપયોગ થકી રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે તે માટે ખેતીવાડી ફીડરોનું સોલરાઇઝેશન કરવામાં આવનાર છે. આ માટે આગામી ત્રણ વર્ષમાં સોલાર જનરેશનની સ્થાપિત ક્ષમતાને 5345 મેગાવોટથી વધારીને 18,000 મેગાવોટ કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્યની 15મી વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે, ત્યારે આણંદ, ખેડા અને જૂનાગઢ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના અંગેની વિગતો રજૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત તા. 31-12-2022ની સ્થિતિએ આણંદ જિલ્લામાં તાલુકાવાર 74 વીજ ફીડર દ્વારા કુલ 162 ગામોને આ યોજના અંતર્ગત વીજળી આપવામાં આવે છે. જ્યારે ખેડા જિલ્લામાં કુલ 35 વીજ ફીડર દ્વારા વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. બીજી તરફ, જુનાગઢ જિલ્લામાં 9 તાલુકાના 166 વીજ ફીડર દ્વારા કુલ 32,061 ખેડૂતોને દિવસે વીજળી અપાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે રાજ્યના ખેડૂતોને દિવસના સમયે પણ પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે એ માટે રાજ્યમાં કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના હયાત વીજમાળખાના સુદૃઢિકરણ માટે નવા વીજ સબસ્ટેશન તેમજ વીજ રેષાઓના નિર્માણની કામગીરી પ્રગતિમાં છે.

બીજી તરફ, વીજ ઉત્પાદન વધારવા માટે સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતનો ઉપયોગ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી PMKUSUM-C યોજના અંતર્ગત રાજ્યમાં ઉપલબ્ધ સૌરઊર્જાના મહત્તમ ઉપયોગ થકી કિસાન સૂર્યોદય યોજના દ્વારા રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે તે માટે ખેતીવાડી ફીડરોનું સોલરાઇઝેશન કરવામાં આવશે. આ પ્રકારે આગામી ત્રણ વર્ષમાં વર્તમાન સોલાર જનરેશનની સ્થાપિત ક્ષમતા 5345 મેગાવોટથી વધારીને 18000 મેગા વોટ જેટલી કરવાનું આયોજન હોવાની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.