Western Times News

Gujarati News

Katrina Kaifએ પતિ Vicky Kaushal અને સાસુ-સસરા સાથે રમી હોળી

મુંબઈ, તારીખ ૭ માર્ચે આખું મુંબઈ હોળીની ઉજવણીમાં ડૂબી ગયું છે. ફિલ્મ અને ટીવી સ્ટાર્સ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફે પણ પતિ વિકી કૌશલ અને સાસુ સાથે હોળી રમી હતી. Katrina Kaif played Holi with husband Vicky Kaushal and in-laws

અભિનેત્રીએ હોળીની ઉજવણીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લગ્ન પછી કેટરીનાની આ બીજી હોળી છે. કેટરીના કૈફે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હોળી રમ્યા બાદ કેટલીક તસવીરો શેર કરી છે.

એક તસવીરમાં કેટરીના કૈફ, વિકી કૌશલ સાથે પોઝ આપી રહી છે. બીજી તસવીરમાં વિકી કૌશલ, તેના માતા-પિતા પણ કેટરીના સાથે જાેવા મળે છે. કેટરીના અને ઈસાબેલના ચહેરા પર ગુલાલ ઝળકી રહ્યો છે અને બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. આ તસવીરો જાેઈને લાગે છે કે કેટરીના અને વિકીએ પરિવાર સાથે હોળી રમી છે.

વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિસ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. કપલના શાહી લગ્નમાં અંગત મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ તેઓ મિનિ હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

ત્યાંથી પાછા આવ્યા પછી તેમણે નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા કરી હતી. અહીં નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન બાદ જૂહુમાં આવેલા પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. જૂહુમાં આવેલા સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાંથી દરિયાનો સુંદર નજારો જાેવા મળે છે સાથે જ ઉછળતાં મોજાંનો અવાજ સંભળાય છે. જૂહુના કિનારે આવેલું રાજ મહેલ બિલ્ડિંગ ખરેખર અંદરથી કોઈ મહેલથી ઓછું નથી.

કેટરિના અને વિકીએ જૂહુમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. આ બિલ્ડિંગની ખાસિયત એ છે કે, તમે પોતાના ઘરમાં બેઠાં-બેઠાં સમુદ્રનો આનંદ લઈ શકો છો. રિપોર્ટ મુજબ, શહેરની ભીડથી દૂર સમુદ્ર કિનારાના નજીક આ બિલ્ડિંગ આવેલું છે. દરેક ફ્લોર પર ૫૦૫૫.૪૨ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો ફ્લેટ છે. આ સુંદર બિલ્ડિંગમાં જવા માટે વચ્ચે એક પ્રાઈવેટ રસ્તો પણ આપવામાં આવ્યો છે.

બેડરૂમની બાલકનીમાં બેસીને શાંતિથી સમય વિતાવી શકો છો. સામે ઉછળતાં દરિયાના મોજાં જાેઈને મનને શાંતિ પણ મળે છે. જણાવી દઈએ કે, વિકી અને કેટરિનાએ જે બિલ્ડિંગમાં ઘર લીધું છે તેમાં જ ક્રિકેટર વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.