Western Times News

Gujarati News

ઉમેદપુર નજીક કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઈક સવાર યુવતીનું મોત

 મોડાસા: મોડાસા-શામળાજી રોડ પર આવેલા ઉમેદપુર ગામ નજીક કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બોલુન્દ્રા ગામની ૨૦ વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક ચાલક યુવક અને અન્ય યુવતીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

રવિવારે સાંજના સુમારે, જીવણપુર નજીક ઉમેદપુર નજીક મોડાસાથી બોલુન્દ્રા તરફ જઈ રહેલ બાઈકને ઉમેદપુર ગામ બાજુ થી આવી રહેલા કાર (ગાડી.નં.GJ 31 A 4842 ) ના ચાલકે ગફલતભરી રીતે પુરઝડપે હંકારી બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોળાઈ હતી

જેમાં  પીનલ ઉર્ફે પૂજા હરજીભાઇ સોલંકી (ઉં.૨૦ વર્ષ) ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું બાઈક ચાલક યુવક પાર્થ દિનેશ કુમાર સોલંકી (રહે,ટીંટોઈ) અને સંજના ઉર્ફે ચકુ દલપતભાઈ વણકર ના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે મૃતક યુવતીના પરિવારજનો અને સગાં-સંબંધી પહોંચી હૈયાફાટ રૂદન  કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી

અકસ્માતને પગલે ઘટનાસ્થળે પહોંચેલી મોડાસા રૂરલ પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે મોડાસા સરકારી દવાખાને ખસેડી રતિલાલ નાથાભાઈ વણકર (ઉં.વર્ષ-૬૭) ની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર  કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.