Western Times News

Gujarati News

નીતા અંબાણીએ ‘ધ હર સર્કલ એવરીબોડી’ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો

મહિલાઓ માટેનું ભારતના અગ્રણી ડિજિટલ કન્ટેન્ટ અને નેટવર્કિંગ પ્લેટફોર્મ હર સર્કલ તેની બીજી વર્ષગાંઠ નિમિત્તે એક સમાવિષ્ટ પહેલ શરૂ કરીને 310 મિલિયન મહિલાઓ સુધીની તેની પહોંચની ઉજવણી કરે છે

મુંબઈ,  આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન શ્રીમતી નીતા એમ અંબાણીએ શરીરની સકારાત્મકતાની ઉજવણી કરવા અને કદ, ઉંમર, રંગ, ધર્મ, ન્યુરોડાઇવર્સિટી અથવા શારીરિકતાને ધ્યાનમાં લીધા વિના બધાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા ધ હર સર્કલ, એવરીબોડી પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ અભિયાનનો હેતુ અનુકંપા અને પૂર્વગ્રહરહિત સ્વીકૃતિનું એક આખું વર્તુળ તૈયાર કરવાનો છે. શ્રીમતી અંબાણી દ્વારા વર્ષ 2021માં મહિલાઓ માટે સુરક્ષિત, સર્વસમાવેશક, વિકાસલક્ષી ડિજિટલ વિશ્વ તૈયાર કરવા માટે હર સર્કલની સ્થાપના કરવામાં આવી હતી.

તેની બીજી વર્ષગાંઠ નિમિત્તે પ્લેટફોર્મ 310 મિલિયનની અસાધારણ પહોંચ સાથે મહિલાઓ માટે ભારતનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ બની ગયું છે. સર્વસમાવેશકતાના મુખ્ય ઉદ્દેશ્યને આગળ ધપાવતા શ્રીમતી અંબાણીએ દરેક વ્યક્તિને આગળ આવવા, આ પહેલનો ભાગ બનવા અને કંઈક અલગ કરવા માટે આમંત્રણ આપ્યું છે.

હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે શ્રીમતી નીતા એમ અંબાણીએ જણાવ્યું કે, “હર સર્કલ સખીપણાંની અંગે હોવાની સાથે-સાથે તે એકતા વિશે પણ છે. એકતા એવી કે જે સમાનતા, સમાવેશ અને બધા માટે આદર પર આધારિત હોય. અને તે અમારા નવા પ્રોજેક્ટનો મુખ્ય ભાગ છે – હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટ.

સોશિયલ મીડિયા પર જે પ્રકારનું ટ્રોલિંગ થાય છે તે આપણે બધાએ જોયું છે. લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણ્યા વિના જ લોકો મંતવ્યો આપે છે. અહીં અનેક તબીબી સમસ્યાઓ છે, અહીં અનેક આનુવંશિક પરિબળો છે જેમાંથી લોકો પસાર થઈ શકે છે. અને તેમ છતાં તેઓ ટ્રોલિંગ અને અપમાનનો ભોગ બને છે. તે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે, ખાસ કરીને યુવા મન માટે. હું આશા રાખું છું કે અમારી પહેલ આને કોઈ રીતે સંબોધિત કરી શકે અને લોકોને તેઓ જે છે તે બનવાનો વિશ્વાસ અને સ્વતંત્રતા આપશે.”

આ પહેલની શરૂઆત કરવા ઉપરાંત શ્રીમતી અંબાણીએ હર સર્કલની બીજી વર્ષગાંઠની ઉજવણી કરતાં તેના વર્ષગાંઠ-વિશેષ ડિજિટલ કવર પર રજૂ થઈને એક ખાસ ઇન્ટરવ્યુ આપ્યો હતો.

શ્રીમતી નીતા એમ. અંબાણીએ હર સર્કલના વપરાશકર્તાઓને વિશેષ સંદેશ સાથે અભિનંદન પાઠવ્યા હતા

“સમગ્ર ટીમ અને હર સર્કલ બનાવનાર લાખો મહિલાઓને અભિનંદન! અમે એક વિચાર તરીકે શરૂઆત કરી. અને અમે તેને તમામ મહિલાઓ માટે એક ચળવળ બનાવવાની આશા રાખીએ છીએ! અમે મહામારી વખતે લોકડાઉનના સમયે હર સર્કલ શરૂ કર્યું,. અને છેલ્લાં બે વર્ષમાં અમે ઘણી લાંબી મજલ કાપી છે. પણ આ તો માત્ર શરૂઆત છે!”

હર સર્કલના બીજા-વર્ષના સીમાચિન્હો સમગ્ર ડિજિટલ વપરાશ અને નેટવર્કિંગના લક્ષ્યોને આવરી લે છે. મોટાભાગે ઉદ્યોગસાહસિકો એવા 2,20,000થી વધુ રજિસ્ટર્ડ મહિલા ઉપયોગકર્તાઓને અમે સતત પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ વ્યવસાયિક અને સામાજિક રીતે એકસાથે આગળ આવે.

એક વર્ષ લાંબી પહેલ બનશે તેવા અભિયાન ધ હર સર્કલ એવરીબોડી પ્રોજેક્ટ દ્વારા હર સર્કલનો હેતુ સોશિયલ મીડિયાની દુનિયામાં મહિલાઓની વાસ્તવિક જીવનની વાર્તાઓ અને ટૂંકી ફિલ્મો થકી શરીરના કદ વૈવિધ્ય અને દેખાવ પ્રત્યેની સભાનતાને પ્રોત્સાહન આપવાનો છે – જે મહિલાઓએ અવાસ્તવિક સુંદરતાને પડકારી છે.

સામાજિક ધારાધોરણો અને મહિલાઓ માટે ટોક્સિક બનેલા ધોરણો કે જે તમની પાસેથી ચોક્કસ કદ, રંગ અને આકારની અપેક્ષા રાખે છે અને તેને બદલનારી, તેમની વિશિષ્ટતાને સ્વીકારનારી અને ડિજિટલ સ્પેસમાં પરિવર્તન અને પ્રભાવ લાવીને સફળ થનારી મહિલાઓની ગાથા વર્ણવશે.

શારીરિક રીતે સકારાત્મક વિશ્વના અમારા સ્થાપક શ્રીમતી નીતા એમ અંબાણીના વિઝનને આગળ ધપાવવામાં મોખરે હર સર્કલ મહિલાઓને પોતાને પ્રથમ સ્થાન આપવા અને કરુણા તથા સુખાકારીનું એક વિશાળ વર્તુળ બનાવવા માટે પ્રોત્સાહિત કરશે.

હર સર્કલ કામ કેવી રીતે કરશે?

શ્રીમતી નીતા એમ અંબાણી દ્વારા સ્થપાયેલા હર સર્કલને મહિલાઓ અંગેની સામગ્રી પૂરી પાડવા માટેના વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે આકર્ષક અને ઉત્થાનલક્ષી છે અને તે તે મહિલાઓને સામાજિક પ્લેટફોર્મ દ્વારા એકબીજા સાથે જોડે છે. તે વાઇબ્રન્ટ વીડિયોઝ જોઈ અને જીવન, સુખાકારી, નાણાં, કાર્ય, વ્યક્તિત્વ વિકાસ, સમુદાય સેવા, સૌંદર્ય, ફેશન, મનોરંજન, સર્જનાત્મક સ્વ-અભિવ્યક્તિ અને મહિલા સંચાલિત એનજીઓ અને અન્ય સંસ્થાઓ થકી જાહેર જીવનમાં સક્રિય ભાગીદારીને આવરી લેતી ઉકેલલક્ષી જીવન વ્યૂહરચના સાથેના લેખો વાંચી શકે છે.

ઉપયોગકર્તા તેમની પસંદગીની ભાષા અદલ બદલ કરી શકે છે – હાલમાં અંગ્રેજી અને હિન્દી – એક સરળ ભાષા પસંદગી વિકલ્પ આપવામાં આવ્યો છે. હિન્દી સામગ્રી અનન્ય અને મૂળ છે, વપરાશકર્તા માટે
કસ્ટમાઇઝ્ડ છે.

આ પ્લેટફોર્મ મહિલાઓને આરોગ્ય, સુખાકારી, શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, નાણા, પરોપકાર, માર્ગદર્શન અને નેતૃત્વ માટેના રિલાયન્સના નિષ્ણાતોની પ્રતિષ્ઠિત પેનલ તરફથી સવાલોના જવાબો પૂરા પાડે છે. અપસ્કિલિંગ અને જોબ્સ પરનો વિભાગ મહિલાને નવા વ્યાવસાયિક કૌશલ્યો શોધવામાં તેમજ તેણીની પ્રોફાઇલને અનુરૂપ નોકરીની તકો મેળવવામાં મદદ કરે છે. જે તે ક્ષેત્રના શ્રેષ્ઠ લોકો દ્વારા આપવામાં આવેલા માસ્ટરક્લાસ દ્વારા ઉપયોગકર્તા પોતાને સમૃદ્ધ કરી શકે છે અથવા મફત ડિજિટલ અભ્યાસક્રમો મેળવી શકે છે.

પ્રાઇવેટ, પર્સનલાઇઝ્ડ, સેફ: વીડિયોથી લઈને લેખો સુધીની સામગ્રી બધા માટે ખુલ્લી છે, પ્લેટફોર્મનો સોશિયલ નેટવર્કિંગ ભાગ માત્ર મહિલાઓ માટે છે. સામાજિક જોડાણ ઉપયોગકર્તાને સહિયારી રુચિઓ સાથે નવા મિત્રો બનાવવા અથવા ખચકાટ વિના સાથીદારોને પ્રશ્નો પૂછવા માટે સલામત, માત્ર મહિલાઓ માટેનો મંચ પૂરો પાડે છે. હર સર્કલ મહિલાઓ માટે એક ગુપ્ત ચેટરૂમમાં તબીબી અને નાણાકીય નિષ્ણાતોને પ્રશ્નો પૂછવા માટે વિશિષ્ટ અને વ્યક્તિગત જગ્યા પણ પૂરી પાડે છે.

હર ગૂડ હેબિટ એપ: સલામત અને વ્યક્તિગત વાતાવરણમાં ઉપયોગી અને ઉત્થાનકારી સામગ્રી, સોશિયલ નેટવર્કિંગ અને નિષ્ણાત સલાહ પૂરી પાડવા ઉપરાંત હર સર્કલ વપરાશકર્તાઓને ફિટનેસ, પીરિયડ ટ્રેકિંગ, પ્રજનન અને ગર્ભાવસ્થા માર્ગદર્શિકા તથા ફાઇનાન્સ ટ્રેકિંગના વિષયમાં યોગ્ય આદતો કેળવવા અને તેને ટકાવી રાખવાની સક્ષમતા કેળવવાના ટ્રેકર્સ પણ પૂરા પાડે છે.

હર સર્કલ ડેસ્કટૉપ અને મોબાઇલ-રિસ્પોન્સિવ વેબસાઇટ છે અને તે ગૂગલ પ્લે સ્ટોર અને આઇઓએસ એપ સ્ટોર પર મફત એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.