Western Times News

Gujarati News

Gujarat:5 દિવસ માવઠાની આગાહીથી ખેડુતો ચિંતામાં

weather forecast

રાજ્યમાં રાત્રીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં રવિવારે ઘણાં ભાગોમાં સૌથી ઊંચું ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું

પાંચ દિવસ માવઠાની આગાહીથી ખેડુતોમાં ચિંતાનો માહોલ 

અમદાવાદ, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળાની શરુઆત વચ્ચે માવઠાની આગાહી લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ડીસા જેવા પ્રદેશોમાં ગરમીનો પારો ચઢે તે રીતે દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં ગરમી પડી રહી છે. Gujarat: Farmers worried about 5-day rain forecast

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. રાજ્યમાં હળવા વરસાદની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે બનાસકાંઠા, સાંબરકાંઠા, નર્મદા અને તાપી સહિત સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદ થઈ શકે છે.

કેટલાક સ્થળો પર વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૩૦-૪૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ ૧૪ અને ૧૫ માર્ચ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.

તારીખ ૧૬ અને ૧૭એ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, દાહોદ, મહિસાગર, નર્મદા, વલસાડ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. કમોસમી વરસાદની આગાહી સાથે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં હોળીના તહેવાર દરમિયાન પણ વરસાદ થયો હતો.

જેમાં પાકને નુકસાન થવાની ફરિયાદ ઉઠી હતી. રાજ્યમાં રાત્રીના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં રવિવારે ઘણાં ભાગોમાં સૌથી ઊંચું ૩૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ ૩૮ ડિગ્રી તાપમાન અમદાવાદ, ભુજ, નલિયા, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ અને સુરતમાં નોંધાયું હતું.

આ સિવાય કંડલા, પોરબંદર, વેરાવળ, મહુવા, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગરમાં ૩૭ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સૌથી નીચું લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નલિયામાં નોંધાયું છે. આ સિવાય ગાંધીનગરમાં ૧૬, અમદાવાદ ૧૮, વડોદરા ૨૧ ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે રાત્રી દરમિયાન તાપમાન ઊંચું જશે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.