Western Times News

Gujarati News

દિલ્હીનું બજેટ જાહેરાતો માટે નથી, કેન્દ્રએ બજેટ અટકાવ્યાનો આપનો દાવો

નવી દિલ્હી, આજે દિલ્લી વિધાનસભામાં રજૂ બજેટ થવાનું હતું પરંતુ તે આજે રજૂ થશે નહિ. જેના પર આમ આદમી પાર્ટીની સરકારે બજેટને લઈને મોટો દાવો કર્યો છે. આપએ દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારે આજે રજૂ થનારું બજેટ રોકી દીધું છે. આપનો આરોપ છે કે બજેટને મંજૂરી મળી નથી. ગૃહ મંત્રાલયના સૂત્રોએ અનુસાર, દિલ્લીનું બજેટ એટલા માટે મંજૂર નથી થયું કારણ કે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, દિલ્લીનું બજેટ જાહેરાતો માટે નથી.

આ બેજટમાં દિલ્લી સરકારે વિવિધ જાહેરાત માટે ૫૦૦ કરોડની જાેગવાઈ કરી હતી.સાથે જ વિકાસના કામો માટે બજેટમાં ૨૨ હજાર કરોડ સુધીની જાેગવાઈ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે જાહેરાત માટેની જાેગવાઈને નકારી ન હતી પરંતુ ગૃહ મંત્રાલયે કહ્યું કે, રાજ્યના બજેટનો ઉપયોગ જાહેરાતો માટે નહીં પરંતુ વિકાસના કામો માટે કરવો જાેઈએ.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, બજેટમાં જાહેરાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં જાહેરાત પર વધુ ફાળવણીની માંગ કરવામાં આવી હતી. જેના પર ગૃહ મંત્રાલયે જવાબ માંગ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે, દિલ્લી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યાર બાદ બજેટને અટકાવી દેવામાં આવ્યું હતું. તેની સામે દિલ્લીની આપ સરકારે સ્પષ્ટતામાં કહ્યું કે, જાહેરાત પર કોઈ બજેટમાં વધારો કરવામાં આવ્યો નથી. દિલ્લી સરકાર માત્ર જાહેરાત પાછળ ૫૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. બજેટ નામંજૂર થયા બાદ એલજી ઓફિસે દિલ્લી સરકાર પર પ્રહારો કર્યા છે. એલજી ઓફિસે કહ્યું કે, અમને રાત્રે ૯ઃ૨૫ વાગ્યે ગૃહ મંત્રાલય તરફથી ફાઇલ પરત મળી હતી. એલજી ઓફિસે જણાવ્યું કે, ફાઈલ રાત્રે ૧૦ઃ૦૫ વાગ્યે સીએમને પરત મોકલવામાં આવી હતી. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.