Western Times News

Gujarati News

14 વિપક્ષો ED-CBIના દુરુપયોગના આરોપ સાથે સુપ્રીમમાં

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂક્યો, આ મામલે ૫ એપ્રિલે સુનાવણી

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના નેતૃત્વમાં ૧૪ વિપક્ષી દળો શુક્રવારે તપાસ એજન્સીઓ (ઈડીઅને સીબીઆઈ)ના દુરુપયોગનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ મામલો ચીફ જસ્ટિસ સમક્ષ મૂક્યો હતો. 14 Oppositions to Supreme Court with ED-CBI Misuse Allegation

સિંઘવીએ કહ્યું કે કોર્ટે ધરપકડ અને જામીન અંગે માર્ગદર્શિકા નક્કી કરવી જાેઈએ. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે ૫ એપ્રિલે સુનાવણી થશે.

આ પહેલા દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલે મનીષ સિસોદિયાની ધરપકડ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત નવ વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો.

આ પત્રમાં તેમણે કહ્યું હતું કે, વિપક્ષના સભ્યો વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓનો સ્પષ્ટ દુરુપયોગ દર્શાવે છે કે આપણે લોકશાહીથી નિરંકુશતામાં બદલાઈ ગયા છીએ.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની તેમની વિરુદ્ધ પુરાવા વિના કથિત અનિયમિતતાના સંબંધમાં સીબીઆઈદ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો સમાવેશ થાય છે.

પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભાજપમાં જાેડાયેલા વિપક્ષી નેતાઓ સામેના કેસમાં તપાસ એજન્સીઓ ધીમી છે. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને આસામના વર્તમાન મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની ૨૦૧૪ અને ૨૦૧૫માં શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઈઅને ઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જાે કે તેઓ ભાજપમાં જાેડાયા બાદ મામલો આગળ વધ્યો ન હતો.

એ જ રીતે, ભૂતપૂર્વ ટીએમસી નેતાઓ શુભેન્દુ અધિકારી અને મુકુલ રોય નારદા સ્લિંગ ઓપરેશન કેસમાં ઈડીઅને સીબીઆઈના સ્કેનર હેઠળ હતા, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તેઓ ભાજપમાં જાેડાયા પછી કેસ વધુ આગળ વધ્યા ન હતા. મહારાષ્ટ્રના નારાયણ રાણે સહિત આવા અનેક ઉદાહરણો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.