Western Times News

Gujarati News

અચાનક શું થયું કે હોટલમાં જઈને આકાંક્ષાએ આત્મહત્યા જેવું પગલું ભર્યું?

(એજન્સી)નવી દિલ્હી, ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ફેમસ એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગત રાત્રે (૨૫ માર્ચ) આકાંક્ષા શૂટ બાદ એક હોટલમાં ગઈ હતી અને ત્યાં આત્મહત્યા કરી લીધી હતી. Bhojpuri actress Akanksha Dubey dies allegedly by suicide at a hotel in Varanasi

આકાંક્ષા દુબેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. હાલ તો પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે. હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કાળ મંડરાઈ રહ્યો છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ અને હવે ભોજપુરી સિનેમા સુધીના સેલેબ્સના મોતના સમાચાર આવી રહ્યાં છે.

તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સતીશ કૌશિકનું અવસાન અને તાજેતરમાં જ ડિરેક્ટર પ્રદીપ સરકાર સિવાય એક્ટ્રેસ નીલુ કોહલીના પતિના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. લોકો આ આંચકામાંથી બહાર પણ નથી આવી શક્યા કે હવે આકાંક્ષા દુબેની અચાનક આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ૨૫ વર્ષની આકાંક્ષા દુબેએ બનારસની સારનાથ હોટલમાં આત્મહત્યા કરી હતી. તે બનારસમાં જ તેના એક પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી હતી. આકાંક્ષા દુબેએ કયા કારણોસર આવું કર્યું? અચાનક શું થયું કે હોટલમાં જઈને આકાંક્ષાએ આત્મહત્યા જેવું પગલું ભર્યું?

આ તમામ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે હજુ બાકીની માહિતીની રાહ જાેવાઈ રહી છે. આકાંક્ષા દુબેનો જન્મ ૧૯૯૭માં થયો હતો. તે ભદોહી જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારના પારસીપુર વિસ્તારની રહેવાસી હતી. તેણે ‘મેરી જંગ મેરા ફૈસલા’, ‘મુઝસે શાદી કરોગી’ અને ‘સાજન’ જેવી ફિલ્મો કરી, જે હિટ રહી.

આકાંક્ષા દુબેના મૃત્યુના થોડા કલાકો પછી, તેનું પવન સિંહ સાથેનું છેલ્લું ગીત ‘આરા કભી હારા નહીં’ રિલીઝ થયું છે. આ સમાચારથી ફેન્સ ઘેરા આઘાતમાં છે. તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે જે એક્ટ્રેસ થોડા કલાકો પહેલા સુધી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી હતી અને શૂટિંગ પર હતી તેણે અચાનક આવું પગલું કેમ ભર્યું?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.