Western Times News

Gujarati News

હું ઉનાળામાં બપોરે ભોજનમાં ટમેટા અને કાકડી ખાઉં છુંઃ કામના પાઠક

માર્ચ મહિનો બેસી ગયો છે અને ભારતમાં મોટા ભાગના લોકો ગરમાગરમ ઉનાળો અનુભવી રહ્યા છે. પરસેવો પાડતી ગરમીને લીધે શરીરને ઠંડું અને સ્વસ્થ રાખવા માટે ખાદ્ય અને પીણાંના ઉપભોગમાં પણ તુરંત ફેરફાર જરૂરી છે.

આ ધ્યાનમાં લેતાં એન્ડટીવીના કલાકારો આરજે મોહિત (મનોજ, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી, ભાભીજી ઘર પર હૈ) દ્વારા તેમના સમર ડાયટ્સ જાહેર કરવામાં આવ્યા છે.

એન્ડટીવી પર દૂસરી માનો આરજે મોહિત ઉર્ફે મનોજ કહે છે, “સમર કૂલર્સ, જેમ કે, આમ પન્ના મારા રોજના આહારનો હિસ્સો બની ગયા છે. આ સમય વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ ખાટાં રસનાં ફળો ખાવાનો છે. આ ગરમીની મોસમમાં સ્વાદિષ્ટ હોવા સાથે તર પણ છિપાવે છે.

તે શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે, કારણ કે તે કૂલન્ટ પ્રકાર છે અને પાચન માટે સારું છે. તે ઉપાપચય પ્રણાલીને મદદ કરે છે. સદનસીબે તે મૂડ પણ સારો કરે છે. હું દરેકને ગરમીથી દૂર રહેવા માટે થોડા કલાક માટે પાણીમાં ફળો પાળીને રસ કાઢીને ફ્રિજમાં સંગ્રહ કરવાની સલાહ આપું છું, જે પછી તે પી શકાયછે. તે સમરમાં સ્વાસ્થ્ય જાળવવા માટે અદભુત કામ કરે છે.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કામના પાઠક ઉર્ફે રાજેશ કહે છે, “મને શેરડીનો રસ ભાવે છે, જે સમર દરમિયાન વધુ સેવન કરું છું. લીંબું અને ફુદીનો મિશ્રિત કરવા પર સ્વાદ બહુ સારો લાગે છે. તે તુરંત ઊર્જા આપે છે અને તેમાં ભરપૂર પોષકીય લાભો છે. તે શરીરનું પ્રવાહી અને પ્લાઝમા વધારીને થાક અને ડિહાઈડ્રેશન સામે લડવામાં મદદ કરે છે.

તે સૌથી સ્વાસ્થ્યવર્ધક ડિટોક્સ પીણામાંથી એક છે. ઉપરાંત હું હંમેશાં બપોરે ભોજનમાં ટમેટા અને કાકડી ખાઉં છું, કારણ કે તેમાં ભરપૂર પોષણ છે. ફળો અને શાકભાજીઓમાં પાણી ભરપૂર હોય છે, જેથી તે તમને હાઈડ્રેટેડ અને ફ્રેશ રાખે છે અને સ્વસ્થ રીતે ગરમીને મારવામાં મદદ કરે છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “સમરમાં દહીંનું સેવન કરવાનું સારું રહે છે. તે પ્રોબાયોટિક્સમનો ઉત્તમ સ્રોત છે. ચાટ પાચન માટે ઉત્તમ હોય છે અને તેમાં જીરા જેવો મસાલો ઉમેરવાથી વધુ ફાયદો થાય છે.

ઉપરાંત હું ચાટ મસાલા માટે લીલાં મરચાને બદલે તાજું આદું અથવા સૂકા આદુંની ભૂકી અને કાળા મરી નાખવાને અગ્રતા આપું છું. ફુદીનો અથવા ફુદીનાના પાન છાશમાં નાખવાથી તાજગીપૂર્ણ સ્વાદ આપે છે. તો આ ગરમીના દિવસોને મસાલા છાશ રેસિપી સાથે રિફ્રેશિંગ બનાવો. ઉપરાંત સમર દરમિયાન મારી સવારની વિધિમાં સૌપ્રથમ એક લિટર પાણીમાં સબજાનાં બીજ ઉમેરીન પી લઉં છું. શરીર પર તે ઠંડક અસર કરે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.