Western Times News

Gujarati News

તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત: ૨૦ના મોત-૨૯ ઈજાગ્રસ્ત

નવીદિલ્હી, હાલ રમઝાન માસના કારણે મુસ્લિમ ધર્મના ખૂબ જ પવિત્ર સ્થળ એટલે કે મક્કા મદીના કે જ્યાં લાખો યાત્રાળુ જાય છે. એવામાં એક અહેવાલ સામે આવી રહ્યો છે કે, યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી બસ ગઈકાલે એક પુલ સાથે અથડાઈ હતી.Terrible Accident due to Brake Failure of a Bus Carrying Umrah Pilgrims

અથડામણના કારણે બસમાં આગ લાગી હતી. જેના કારણે ૨૦ જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ૨૦ લોકોના જીવ ગયા છે અને બે ડઝનથી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત છે. રિપોર્ટ અનુસાર, બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે. જાેકે, હજુ સુધી ક્યાં દેશના યાત્રાળુઓ છે તે અંગે કોઈ પુષ્ઠી થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે, સોમવારે એક બસ ઉમરાહ તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં એક પુલ સાથે ટકરાઈ જાય છે જેના કારણે તે પલટી જાય છે અને તેમા આગ લાગી જાય છે. આ દુર્ઘટનામાં ૨૦ ઉમરાહ તીર્થયાત્રીઓના જીવ ગયા છે જ્યારે ૨૯ જેટલા લોકો ઈજાગ્રસ્ત હોવાની વાત સામે આવી છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના સઉદીના અસીર પ્રાંતના અકાબા શાર પાસે બની છે.

પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે બની છે. એવામાં આ દુર્ઘટનાના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં બસમાં આગ લાગવાને કારણે થયેલા બ્લાસ્ટનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. જણાવી દઈએ કે હાલ ઈસ્લામ ધર્મના પવિત્ર રમઝાન ચાલી રહ્યા છે જેમાં દુનિયાભરના મુસ્લિમ એક મહિના સુધી રોઝા રહે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.