Western Times News

Gujarati News

વિદેશી દારૂના ૩૦૫ ક્વાર્ટરીયા, ૨૪ બીયરના ટીન સાથે બે મહિલા ઝડપાઈ

પ્રતિકાત્મક

બોરસદ, બોરસદ શહેર પોલીસે ગઈકાલે સાંજના સુમારે બસસ્ટેન્ડ પાસે બે કોથળાઓ સાથે બેઠેલી બે આદિવાસી મહિલાઓને ઝડપી પાડીને તપાસ કરતા તેમની પાસેથી ૩૦૫ વિદેશી દારૂના ક્વાર્ટરીયા તેમજ બીયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે બન્નેની સામે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

પોલીસે ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના સુમારે બસસ્ટેન્ડ બહારથી બે આદિવાસી મહિલાઓને અટકાયતમાં લઈને તેમની પાસેના કોથળાની તલાશી લેતા તેમાં છુટાછવાયા ભુંસા વચ્ચે વિદેશી દારૂના ક્વાર્ટરીયા તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.

જેની હેરફેર તેમજ રાખવા અંગે લાયસન્સની માંગણી કરતા નહીં હોવાનું જણાવ્યું હતુ. પોલીસે બન્નેના નામઠામ પુછતાં તેઓ દાહોદ જિલ્લાના બરમખેડા ગામે રહેતી જાબુંડીબેન નારસુભાઈ માવી તેમજ રમતુબેન ગજુભાઈ માવી હોવાનું જણાવ્યું હતુ.

પોલીસે ગણતરી કરતા વિદેશી દારૂના ૩૦૫ ક્વાર્ટરીયા તેમજ બીયરના ૨૪ ટીન નીકળ્યા હતા. જેની કિંમત ૩૫૦૩૫ થવા જાય છે. બન્ને મહિલાઓની અંગજડતીમાંથી રોકડા ૨૪૫૦ તેમજ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે સાથે કુલ ૩૭૯૮૫નો મુદ્દામાલ જપ્ત કરીને બન્નેની પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂ-બીયરનો જથ્થો મધ્યપ્રદેશથી લાવીને કરમસદની એક મહિલાને આપવા માટે આવી હોવાની કબુલાત કરી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.