Western Times News

Gujarati News

જન્મજાત દિવ્યાંગ દીકરીનું દુઃખ માતાને જોવાયુ નહિં અને…

પ્રતિકાત્મક

કલોલના નાંદોલીમાં પ્રજ્ઞાચક્ષુ પુત્રીનું મોત નીપજાવી જનેતાનો આપઘાતનો પ્રયાસ-દિવ્યાંગ દીકરીના દુઃખથી ડીપ્રેશનમાં રહેતી માતાનું કૃત્ય

ગાંધીનગર, પ્રજ્ઞાચક્ષુ દીકરીનું મોત નીપજાવી જનેતાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો અત્યંત અરેરાટીભર્યો બનાવ કલોલ તાલુકાના નાંદોલી ગામમાં બન્યો હતો. બીજી દીકરી પણ જન્મજાત દિવ્યાંગ અવતરતાં માતા દુખી રહેતી હતી અને ડીપ્રેશનમાં આવી પોતાની કુંખે જન્મેલી દીકરીને ઝેર પીવડાવી મોત નીપજાવ્યા બાદ

પોતો પણ ઝેર પી મોતને વ્હાલુ કરવા પ્રયાસ કર્યો હતો. જાે કે તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફરીયયાદ આધારે સાંતેજ પોલીસે માતા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી કે સાંતેજ નજીકના નાંદોલી ગામમાં રહેતાં સુનીલ ભરતજી ઠાકોરના લગ્ન નડીયાદના બિલોદરા ગામની આ સાથે ર૦૧પમાં લગ્ન થયા હતા. તે પછી રાધાએ એક દીકરીને જન્મ આપ્યો હતો. તે જન્મથી દેખી શકતી નથી. તેમજ કોઈ જન્મજાત રોગનાં લીધે અશકત રહેતી હતી અને અઢી વર્ષની ઉંમરે તેનું મોત થયું હતું.

ત્યારબાદ રાધાએ બીજી દીકરીને જન્મ આપ્યયો હતો. પરંતુ તે પ્રજ્ઞાચક્ષુ જન્મી હતી. અને અશકત હોવાથી હલનચલન પણ કરી શકતી ન હતી. સારવાર કરાવવા છતાં કોઈ સુધારો થતો ન હતો અને તબીબના કેહવા મુજબ આવા બાળકો અવતરે એવી જન્મજાત બિમારી છે.

માતાના રીપોર્ટમાં કોઈ અજ્ઞાત બીમારીના કારણે ભવીષ્યમાં પણ આવા બાળક અવતરશે તેવું નિદાન થયું હતું. તેવું જાણી રાધા ટેન્શનમાં રહેતી હોવાથી પતી સુનીલ આશ્વાસન આપી હિમત આપતો હતો. દરમ્યાન ગઈકાલે રાત્રેી ગરમીના કારણે પતી સુનીલ ધાબા પર સુવા ગયો હતો. જયારે રાધા દીકરીને લઈ નીચેના રૂમમાં સુઈ ગઈ હતી.

આજે સવારે સુનીલ નીચે ગયો ત્યારે રાધા રૂમમાં ભોયતળીયે સુતેલી હાલતમાં હતી તેને જગાડવાનો પ્રયત્ન કરતાં તે તડફડીયા મારવા લાગી ીહતી. જેથી ગભરાઈ ગયેલા સુનેલી તેના મિત્ર શૈલેષજીને કાર લઈઘરે બોલાવ્યો હતો. ત્યારે દીકરીને જે રૂમમાં સાડીના ઘોડીયામાં સુવાડવેલ હતી. તેને ચેક કરતા તે મૃત હાલતમાં જણાઈ હતી.

સુનીલે તપાસ કરતાં પલંગ નીચેથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી. આ જાેઈ સુનીલ સમજી ગયો હતો. કે રાધાએ દીકરીએ ઝેર આપી મોતને ઘાટ ઉતારી દઈ પોતે પણ દવા ગટગાટવી લીધી છે. બાદમાં રાધાને ગંભીર બેભાન હાલતમાં સોલા સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયાં હાલમાં તેને આઈસીયુમાં સારવાર હેઠળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.