Western Times News

Gujarati News

મને ખબર હોત બોલિવુડમાં આવું ચાલે છે તો હું બિલકુલ ના આવત: તનુશ્રી

મુંબઈ, એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ ફિલ્મ આશિક બનાયા આપનેથી બોલિવૂડમાં એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. પણ, છેલ્લાં ૧૨ વર્ષથી તે એકપણ ફિલ્મમાં એક્ટિંગ કરતી જાેવા મળી નથી. ત્યારે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું કે, બોલિવૂડમાં કેટલીક ગેંગ કામ કરી રહી છે અને તેઓ લોકોને નિશાન બનાવે છે.

ખાસ કરીને જેઓ બહારના છે. બોલિવૂડમાં મારી એન્ટ્રી માત્ર મિસ ઈન્ડિયા સ્પર્ધા જીતવાને કારણે થઈ હતી. બોલિવૂડમાં પ્રતિભા અને સુંદરતા કરતા સૌથી મહત્વની બાબત એ છે કે તમે કઈ ગેંગના છો. હવે બોલિવૂડ અફઘાનિસ્તાન બની ગયું છે.

અહીં કેટલાંક ચોક્કસ ગ્રુપ લોકોને ટારગેટ કરે છે. જે વ્યક્તિને ટારગેટ કરવામાં આવે તેનું સંપૂર્ણ ધ્યાન એ વાતમાં રહે છે કે આ ગ્રુપથી કેવી રીતે બચીને રહેવું, કામ કેવી રીતે આગળ ચલાવવું. અહીં બોલિવૂડમાં લંકાનું શાસન ચાલે છે. હું દરરોજ પ્રાર્થના કરું છું કે કોઈ આવીને અમને અહીંથી મુક્ત કરાવે. અમે અમારું આખું જીવન અહીં વીતાવ્યું છે, ૨૦ વર્ષથી આ બોલિવૂડમાં કામ કર્યું છે.

જાે પહેલા ખબર હોત કે આ બધું અહીં ચાલે છે, તો અમે અહીં બિલકુલ ન આવ્યા હોત. એવું લાગે છે કે તમારો સંપર્ક જાે રાજકારણ અને ગુંડા પ્રકારના લોકો સાથે છે તો જ તમે આવો.

જાે તમે પ્રામાણિક છો, કોઈની ખોટી પ્રશંસા કરવા નથી માગતા, કોઈની આઈટમ અથવા ગર્લફ્રેન્ડ બનવા નથી માગતા તો અહીં બોલિવૂડમાં ટકવું મુશ્કેલ છે. ઈંસ્ી્‌ર્ર્ વખતે મારી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઘણી વખત આ ટોળકી એકદમ ખરાબ લોકોને તમારી સામે ઊભા કરી દે છે. જે તમારા વિશે ખોટી વાતો ફેલાવશે. ફરિયાદ પણ કરી શકાતી નથી કારણકે કાયદો અને વ્યવસ્થા દ્વારા કશું કરી શકાતું નથી. પોલીસમાં ફરિયાદ કરીને તમે તમારી જાતને જ પાગલ સાબિત કરશો. માટે અભિનેતાઓ, દિગ્દર્શકો, ગાયકો તમામ મીડિયામાં આવે છે અને તેમની પીડા વ્યક્ત કરે છે.

હવે હું આધ્યાત્મ સાથે જાેડાઈ છું, ત્યાં મને શાંતિ મળે છે. ભલે હું બોલિવૂડમાં છું પરંતુ મારા મનથી શાંતિ અનુભવું છું. જાે હું પરેશાન થઈ હોત તો મારી હાલત પણ સુશાંત સિંહ રાજપૂત જેવી થઈ હોત. હું કહેવા માગું છું કે આ યુદ્ધમાં સંયમ રાખો, આ રાવણની લંકા ચોક્કસ બળી જશે, માત્ર હનુમાનજીની પૂંછડીની જરૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.