Western Times News

Gujarati News

મારી બહેન ઉજાગરા કરીને મારા ડ્રોઈંગના એસાઈનમેન્ટ પૂરા કરતીઃ ચારૂલ મલિક

ટીવી કલાકારો તેમનાં ભાઈ- બહેન સાથે ખાટામીઠા સંબંધો વિશે વાત કરે છે

ભાઈ અથવા બહેન હોવા તે જીવનમાં શ્રેષ્ઠ આશીર્વાદમાંથી એક છે. ભાઈ- બહેન વચ્ચે વિશેષ જોડાણ નકારી શકાય નહીં. ભાઈ- બહેન આપણા બેસ્ટ ફ્રેન્ડ્સ અને સૌથી માઠા શત્રુ હોય છે, કારણ કે તેઓ આપણને શ્રેષ્ઠતમ કરવા ધકેલે છે, આપણને સંકોચમાં મૂકે છે અને (&TV actors talk about their bittersweet relationship with their siblings)

આપણા મજબૂત મોટિવેટર અને સ્પર્ધક પણ બને છે. તો આ 10મી એપ્રિલે નેશનલ સિબલિંગ્સ ડે પર ચાલો આ જોડાણની ઉજવણી કરીએ. આ જોડાણની ઉજવણી કરતાં એન્ડટીવીના કલાકારો મયંક મિશ્રા (અરવિંદ, દૂસરી મા), સંજય ચૌધરી (કમલેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને ચારુલ મલિક (રુસા, ભાભીજી ઘર પર હૈ) તેમનાં ભાઈ- બહેન સાથે તેમના ખાટામીઠા સંબંધો વિશે વાત કરે છે.

ચારૂલ મલિક ઉર્ફે રુસા કહે છે, “મને પારુલ નામે જોડિયા બહેન છે. તે હંમેશાં મારે માટે પ્રેરણાસ્રોત રહી છે. હું ડ્રોઈંગ અને પેઈન્ટિંગમાં સારી નહોતી છતાં મેં કોલેજમાં ફાઈન આર્ટસ વિષય લીધો હતો. મારી બહેન તે સમયે મોડી રાત્રે ઉજાગરા કરીને મારી એસાઈનમેન્ટ પૂરા કરતી હતી. આ સામે હું તેને અન્ય કામોમાં મદદ કરતી હતી.

તે હંમેશાં અભ્યાસમાં પણ મને મદદ કરતી હતી. બધા અમને ચારુલ અને પારુલ તરીકે બોલાવતા, પરંતુ તેને પ્રથમ નામથી ક્યારેય કોઈ બોલાવતું નહોતું. આમ છતાં તેને માઠું લાગતું નહોતું. તેની નમ્રતા, ધીરજ અને મારે માટે આધાર બેસુમાર છે. મારા જીવનમાં નાના કે મોટા નિર્ણયોમાં તે મને હંમેશાં ટેકો આપે છે. વ્યાવસાયિક હોય  કે અંગત મારા જીવનનો તે હિસ્સો હોવા બદલ હું કૃતજ્ઞતા અનુભવું છું.”

મયંક મિશ્રા ઉર્ફે અરવિંદ ગુપ્તા કહે છે, “મારો નાનો ભાઈ હર્ષિત અને હું તદ્દન વિરુદ્ધ વ્યક્તિત્વ છે. તે શાંત અને કમ્પોઝ્ડ છે, પરંતુ હું નટખટ છું. હું તેને સતત ચીડાવું છું, પરંતુ તેને માટે મારો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. ઘણી વાર અમે એકબીજાની પડખે રહ્યા છીએ. જોકે અમને બંનેને એક ઘટના ખાસ યાદ છે.

મેં મારા પિતાનું શેવિંગ કિટ ચોરીને મારા ભાઈના આઈબ્રો શેવ કરી નાખ્યા હતા. અમે તે સમયે સ્કૂલમાં હતા અને હું વાળંદ બનવા માગતો હતો. મેં અમારા બેડરૂમમાં મારી દુકાન ખોલી અને ગ્રાહકની જેમ તેને ખુરશી પર બેસાડ્યો. મેં તેના આઈબ્રો અડધા શેવ કર્યા. આ જોતાં તેણે ચીસ પાડવાનુ અને મોટે મોટેથી રડવાનું શરૂ કર્યું, જેને લઈ મારી માતા આવી અને તેને જોઈને આંચકો લાગ્યો. બધા પછી હસી પડ્યા.

જોકે મારી માતાનો ગુસ્સો જોઈને હું નર્વસ થઈ ગયો હતો (હસે છે). મારો ભાઈ બીજા દિવસે સ્કૂલ જવા સંકોચ કરતો હતો અને તેને માટે મને જવાબદાર ગણવામાં આવ્યો. તે સમયે મારી માતાએ તેની કોહલ પેન્સિલથી તેના આઈબ્રો બનાવ્યા,

પરંતુ તેને હજુ પણ ખાતરી નહોતી. આ પછી તેણે અને મેં ભાઈને સ્કૂલમાં જવા માટે બહુ સમજાવ્યો. અમારી વચ્ચે આવી ઘણી બધી યાદો છે, પરંતુ મારે કહેવું જોઈએ કે તે મારું માન રાખે છે અને મારો શબ્દ ક્યારેય તોડ્યો નથી. અમે હંમેશાં એકબીજાને પ્રેમ અને આધાર આપતા રહ્યા છીએ અને અમારો નાતો અતૂટ છે. ”

સંજય ચૌધરી ઉર્ફે કમલેશ કહે છે, “મારો મોટો ભાઈ હતો, જે પિતા સમાન હતો. અમારાં ઊછરવાનાં વર્ષોમાં અમે દુનિયામાં અન્ય ભાઈ- બહેનોની જેમ જ લડતા, ચીડવતા અને એકબીજાને ગુસ્સો અપાવતા હતા. જોકે અમે એકબીજાની પડખે રહેતા. મારો ભાઈ મારે માટે હંમેશાં મનોરંજનનો સ્રોત બની રહેતો હતો.

હું તેને આદર્શ વ્યક્તિ માનતો. હું અભ્યાસ કરવા દિલ્હી ગયો ત્યારે અને અભિનયની કારકિર્દી માટે થિયેટરનો કોર્સ કરતો ત્યારે તે મને નાણાકીય રીતે મદદ કરતો હતો. તે હંમેશાં મારી કાળજી રાખતો અને મારી જરૂરતોને અગ્રતા આપતો. તે હંમેશાં કોઈ પણ હાનિથી મને રક્ષણ આપતો. તેના ટેકાને કારણે જ આજે હું આ મુકામ પર છું. હું ભગવાનનો આભારી છું કે તેણે મને આવો સુંદર અને પ્રોત્સાહક ભાઈ આપ્યો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.