Western Times News

Gujarati News

આગામી ૪ દિવસ માવઠું નહીં થવાની આગાહી વ્યક્ત કરાઈ

અમદાવાદ, રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની અગાઉ આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે વરસાદ નહીં થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૪ દિવસ માટે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. આ સાથે ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

માર્ચ મહિના બાદ એપ્રિલની શરુઆતમાં વરસાદ થતાં ખેડૂતો ભારે ચિંતિત હતા. અગાઉ હવામાન વિભાગ દ્વારા ૭ તારીખે બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી.

જાેકે, નવી આગાહીમાં આ જગ્યાઓ પર આજની તારીખે વરસાદની શક્યતાઓ નહીં હોવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય આજના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ હળવો વરસાદ કે થંડરશાવર થઈ શકે તેવી શક્યતા હતી પરંતુ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આજથી ૧૦મી એપ્રિલ સુધી રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

એટલે કે રાજસ્થાન પાસે બનેલા સર્ક્‌યુલેશનની અસર ગુજરાત પર નહીં થવાની શક્યતાઓ છે. આગામી દિવસો દરમિયાન માવઠાની આગાહી નથી પરંતુ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

માર્ચ અડધો થવા આવ્યો તેમ છતાં તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે, પરંતુ હવે આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ ૨-૩ ડિગ્રી વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હાલ રાજ્યના મોટાભાગમાં ૩૫-૩૮ની વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે જે આગામી દિવસોમાં ૪૦ પર પહોંચી શકે છે. ગુરુવારે રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ ૩૮ ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમા ૩૭, વડોદરામાં ૩૭, સુરતમાં ૩૫ અને રાજકોટમાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.