Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આલિયા સમય કાઢીને ક્રિષ્નારાજ બંગલાનું કામ જોવા પહોંચી

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ ખૂબ વ્યસ્ત છે. આલિયા ભટ્ટ ગત વર્ષે જ દીકરીની મા બની હતી એટલે હાલ તો દીકરીના ઉછેરમાં તે વ્યસ્ત છે. આ સાથે જ તે પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપી રહી છે.

ઉપરાંત કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’નું શૂટિંગ પણ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ આલિયા આ ફિલ્મના શૂટિંગ માટે દીકરી રાહા સાથે કાશ્મીર પહોંચી હતી.

ઉપરાંત આલિયા વિવિધ ઈવેન્ટ્‌સમાં પણ ભાગ લેતી જાેવા મળી રહી છે. દીકરીની દેખરેખ અને કામ વચ્ચેથી સમય કાઢીને આલિયા ભટ્ટ પોતાના નવા બની રહેલા બંગલાનું કામ કેટલે પહોંચ્યું તે જાેવા આવી હતી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમનું સપનાનું ઘર બાંધી રહ્યા છે એ વાત જગજાહેર છે. નીતૂ કપૂર અને ઋષિ કપૂરના બંગલા ક્રિષ્નારાજના રિનોવેશનનું કામ ખાસ્સા સમયથી ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Filmygalaxy Official (@filmygalaxy)

અવારનવાર નીતૂ, આલિયા અને રણબીર આ બંગલાનું કામ જાેવા આવતા રહે છે. આજે એટલે કે શનિવારે આલિયા ભટ્ટ એકલી બંગલાનું કામ કેટલે પહોંચ્યું તે જાેવા આવી હતી. આલિયા ભટ્ટ કેઝ્‌યુલ લૂકમાં જાેવા મળી હતી. તેણે વ્હાઈટ રંગનું ટેન્ક ટોપ અને લૂઝ ફિટિંગનું બ્લૂ ડેનિમ પહેર્યું હતું, આલિયા ભટ્ટે વાળ ખુલ્લા રાખ્યા હતા. તેની સાથે સ્લિંગ બેગ ભરાવી હતી અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા.

તેણે ફ્લિપફ્લોપ પહેરીને લૂક પૂરો કર્યો હતો. નવેમ્બર ૨૦૨૨માં આલિયા ભટ્ટે દીકરી રાહાને જન્મ આપ્યો હતો. એવામાં જાેઈ શકો છો કે આલિયાની ફિટનેસ ખૂબ સારી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ છેલ્લે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળી હતી. હવે તે કરણ જાેહરના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાણી’માં જાેવા મળશે.

આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન જાેવા મળશે. આ સિવાય ‘જી લે ઝરા’માં તે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ સાથે દેખાશે. ઉપરાંત આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી હોલિવુડમાં ડેબ્યૂ કરશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers