Western Times News

Gujarati News

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી આગામી સમયમાં પેપરલેસ કરવામાં આવશે

File

ગુજરાત હાઈકોર્ટના એકિટગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈનો દૃઢ નિર્ધાર

(એજન્સી)અમદાવાદ, ડાંગ જીલ્લાનાં આહવામાં નવનિર્મીત કોટ બિલડીગનું ગુજરાત હાઈકોર્ટના એકટીગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને રાજયના મંત્રી ઋષીકેશ પટેલની ઉપસ્થિતીમાં લોકાર્પણ યોજાયું હતું.

આ પ્રસંગે એકટીગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈએ જણાવ્યું હતું કે કોર્ટમાં કેસનું ભારણ ઓછું થાય તે અનુસાર કાર્યવાહી કરીને કેસોના સમાધાન થાય તે જરૂરી છે. આ ઉપરાંત તેમણે વકીલોને આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

કોર્ટની કાર્યવાહી પેપર લેસ બનશે તેવો દૃઢ નિર્ધાર પણ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે રાજયનાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીના આધાર ન્યાયીક તંતર છે. જેને લઈને રાજય સરકાર દ્વારા ચાલુ વર્ષે ન્યાય વ્યવસ્થા માટે ર૦૧૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જનતાને યોગ્ય ન્યાય અપાવવામ ાટે ન્યાયતંત્ર કાર્યરત છે.

રાજયની જનતાના સર્વાગી વિકાસની સાથે કાનુની વ્યવસ્થા જાળવણી ખુબ જરૂરી છે. રાજયની જનતાના વિકાસ માટે સરકાર કટીબધ્ધ છે. આ પ્રસંગગે રાજયની વડી અદાલત એકટીગ ચીફ જસ્ટીસે ડાંગ જીલ્લાના બાળકો જયુડીશીયલ સીસ્ટમમાં આવી ઉચ્ચ અભ્યાસ કરવા આહવાન કર્યું હતું.

આહવા ખાતે રૂા.૧૧ કરોડના ખર્ચે નવનીમીત કોર્ટની ઈમારત ઉભી કરવામાં આવી છે. અહી કોર્ટ બિલ્ડીગ પ કોર્ટરૂમ જીલ્લા ન્યાયાધીશ અીધક તેમજ સીવીલ ન્યાયાધીશની કોર્ટ ચેમ્બર, બારરૂમ ઈન્કવાયરી રૂમ, કોન્ફરન્સહોલ રજીસ્ટ્રાર અને વહીવટી બ્રાન્ચ વગેરે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. લોકાર્પણ-પ્રસંગે ન્યાયધીશો અને મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહયાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.