Western Times News

Gujarati News

સોજીત્રા પાલિકાનો વહિવટ ખોરવાયોઃ બજેટ અનિર્ણિત રહેતા તમામ પેમેન્ટ સ્થગિત

(પ્રતિનિધિ)પેટલાદ, સોજીત્રા નગરપાલિકામાં છેલ્લા ઘણાં દિવસોથી કોઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે. ગત મહિને સાધારણ સભામાં બજેટ નામંજૂર થતાં ભાજપના નેતાઓ દોડતા થયાં હતાં. ત્યારબાદ સમય મર્યાદામાં બજેટ સંદર્ભે બીજી વખત બેઠક બોલાવી હતી. Administration of Sojitra Municipality disrupted: All payments suspended as budget is undecided

પરંતુ તે બેઠકમાં હોબાળો થતાં બજેટ અનિર્ણિત રહેતાં પાલિકાના વહિવટ સામે અનેક સવાલો ઉભા થયા હતા.? હજી પણ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટ અંગે કોઈ જ ર્નિણય નહીં આવતા હાલ તમામ પેમેન્ટ સ્થગિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પગાર, રોજીંદા ખર્ચ કે અન્ય કોઈ જ ચુકવણું કરવામાં નહીં આવતા પાલિકાનો વહિવટ ખોરવાયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

પ્રાપ્ત માહિતી મુજબ સોજીત્રા નગરપાલિકાની બજેટ સહિત અન્ય કામો માટે તા.૨૪ માર્ચના રોજ સાધારણ સભા રાખવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટ સહિત કેટલાક કામોમાં કોંગ્રેસના ૯ અને ભાજપના ૪ મળી ૧૩ સભ્યોએ લેખિતમાં વિરોધ કર્યો હતો. જેને કારણે બજેટ નામંજૂર થયું હતું.

જેથી માર્ચ એન્ડીંગ પહેલા બજેટ મંજૂર કરવું અનિવાર્ય હોવાના કારણે પુનઃ બજેટ બેઠક તા.૩૧ માર્ચના રોજ રાખવામાં આવી હતી. આ બેઠક શરૂ થતાં જ માત્ર એક મિનીટમાં પાલિકાના પ્રમુખે ૧૪ વિ. ૯ સભ્યોથી બજેટ મંજૂર જાહેર કરી દિધું હતું.

જેને કારણે ભાજપના જ ચાર અસંતુષ્ટ સભ્યો અને વિપક્ષના ૯ સભ્યોએ ૧૩ વિ. ૧૦ મતે બજેટ નામંજૂર કરી બૂમરાણ મચાવી દિધી હતી. પરંતુ ત્યાં સુધીમાં પ્રમુખ સહિત સત્તાપક્ષના તમામ સભ્યો સભાખંડ છોડી ચાલ્યા ગયા હતા. જેથી વિપક્ષ અને અસંતુષ્ટ એવા ૧૩ સભ્યોએ બજેટ નામંજૂર કરવા લેખિતમાં રજૂઆત કરી હતી.

પરંતુ હજી સુધી પ્રમુખ તરફથી પ્રોસિડીંગ મળ્યું નથી. પ્રોસિડીંગની દશેક દિવસ રાહ જાેયા બાદ આ બેઠક અંગેનો અહેવાલ રિજીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસીપાલિટી વડોદરાને તા?.૧૦ એપ્રિલના રોજ મોકલી આપ્યો છે.

પરંતુ હાલ પાલિકાના કર્મચારીઓ, સફાઈ કામદારોનો પગાર, રોજીંદા ખર્ચ, અન્ય પેમેન્ટ વગેરે સદંતર સ્થગિત કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આરસીએમ તરફથી કોઈ માર્ગદર્શન કે સૂચના નહીં મળે ત્યાં સુધી કોઈ જ પેમેન્ટ શક્ય નહીં બને.
અહેવાલ મોકલી આપ્યો ઃ સીઓ

સોજીત્રા નગરપાલિકાના ચીફ ઓફિસર નિલમ રોયે જણાવ્યુ હતુ કે તા.૨૪ અને તા.૩૧ માર્ચના રોજ યોજાયેલ બજેટ બેઠકનો સંપૂર્ણ અહેવાલ આરસીએમ કચેરીને તા.૧૦ એપ્રિલના રોજ મોકલી આપ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે તા.૩૧ની બજેટ બેઠક શરૂ થવા પૂર્વે વિપક્ષના ૯ સભ્યોનો લેખિતમાં વિરોધ રજૂ થયો હતો.

ત્યારબાદ બેઠક શરૂ થઈ, જેને વંચાણે લઈ બજેટ મંજૂર હોવાની જાહેરાત પ્રમુખે કરી હતી. ત્યાર પછી અન્ય ૪ સભ્યોએ પણ બજેટ નામંજૂર કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ ત્યાં સુધી તો બેઠકનું કામકાજ ખોરવાઈ ગયું હતું. જેને કારણે સભ્યોનો મત મેળવી શકાયો ન હતો. જેથી બજેટ અનિર્ણિત રહ્યું હોવાનો ઉલ્લેખ આ અહેવાલમાં કર્યો છે.

પરંતુ પ્રોસિડીંગની રાહ જાેતા ચીફ ઓફિસરને સમયસર મળ્યું ન હતું. માટે બજેટ મંજૂર કે નામંજૂર અંગેનો ર્નિણય અનિર્ણિત રહ્યો હતો. સમય જતાં આજરોજ વિપક્ષના ૯ તથા ભાજપના ૪ અસંતુષ્ટ મળી ૧૩ સભ્યોએ આ તમામ સઘળી રજૂઆત સહિત પ્રોસિડીંગની માંગણી લેખિતમાં કરી છે. જેના અનુસંધાનમાં ચીફ ઓફિસર નિલમ રોયે જણાવ્યું હતું કે ૧૩ સભ્યોની અરજી આજે જ મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.