Western Times News

Gujarati News

મોરબી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને નવસારી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં નવીન નર્સિંગ કૉલેજ સ્થપાશે

સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગની 500 બેઠકોનો વધારો થશે

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં દેશભરમાં નવીન 157 નર્સિંગ કૉલેજની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે. દેશભરમાં 1570 કરોડના ખર્ચે આ નવિન મેડિકલ કૉલેજ નિર્માણ પામશે. જેના અંતર્ગત 15,700 નર્સિંગ સ્નાતકોનો ઉમેરો થશે. Innovative nursing colleges to be set up at GMERS Medical College campuses in Morbi, Porbandar, Godhra, Rajpipla and Navsari

આ સંદર્ભમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતને પણ નવીન પાંચ નર્સિંગ કૉલેજની ભેટ મળી છે. જેમાં નવસારી, પોરબંદર, ગોધરા,રાજપીપળા અને મોરબી GMERS મેડિકલ કૉલેજ કેમ્પસમાં આ નવીન પાંચ નર્સિંગ કૉલેજની સ્થાપના થનાર છે.

પ્રત્યેક નર્સિંગ કૉલેજમાં B.Sc એસ. નર્સિંગની 100 બેઠકો ઉપલબ્ધ બનતા. રાજ્યમાં કુલ 500 નર્સિંગ ની બેઠકોમાં વધારો થશે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, કેન્દ્ર સરકાર માંથી પ્રત્યેક નર્સિંગ કૉલેજની સ્થાપના માટે અંદાજીત રૂ. 10 કરોડની ફાળવણી રાજ્ય સરકારને કરવામાં આવી છે.

પ્રથમ વખત કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ નર્સિંગ કૉલેજની સ્થાપનાને આવરી લેવામાં આવી છે. આ નવીન પાંચ નર્સિંગ કૉલેજનો ઉમેરો થતા રાજ્યની આરોગ્ય શિક્ષણ અને સારવાર સંલગ્ય વ્યવસ્થાઓ સુદ્રઢ બનશે તેમ મંત્રીએ કહ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 8 સરકારી નર્સિંગ કૉલેજમાં B.Sc નર્સિંગ ની 440 જેટલી બેઠકો કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.