Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિકી સારાની ઝરા હટકે ઝરા બચકે અને હંસલ મહેતાની સ્કૂપનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, ઝરા હટકે ઝરા બચકેનું ટ્રેલર વાર્તાની ‘સાઇડ છ’ દેખાડીને શરૂ થાય છે. વિકી કૌશલ અને સારા અલી ખાન ઈન્દોરના પરિણીત કપિલ અને સૌમ્યાની ભૂમિકા ભજવે છે. ટ્રેલર તેમના ખીલેલા પ્રેમની ઝલક આપે છે અને શરૂઆતમાં તેમના પરિવારો ખુશ છે. ટ્રેલર ઝડપથી ‘સાઇડ બી’ પર શિફ્ટ થાય છે, જ્યાં કપિલ અને સૌમ્યા એકબીજા સાથે લડતા અને છૂટાછેડા તરફ જતાં જાેવા મળે છે, જેથી દરેક જણ એ પ્રશ્ન કરે છે કે શું ખોટું થયું છે.

આ ટ્રેલર રોમાન્સ, ડ્રામા અને કોમેડીની રોલરકોસ્ટર રાઈડની ઝલક દેખાડે છે. એક્ટર સારા અલી ખાન અને વિકી કૌશલ મુંબઈમાં ‘ઝરા હટકે જરા બચકે’ના ટ્રેલર લોન્ચ માટે ઓટો રિક્ષામાં પહોંચ્યા હતા. સારા પીળા રંગની સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી જ્યારે વિકી કૌશલ સફેદ ટી-શર્ટ, ડેનિમ જેકેટ અને બ્લુ જીન્સમાં સુંદર લાગતો હતો.

આ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકર છે. આ ફિલ્મ તારીખ ૨ જૂન, ૨૦૨૩ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મમેકર હંસલ મહેતાની નવી વેબ સિરીઝ ‘સ્કૂપ’નું ટ્રેલર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં કરિશ્મા તન્ના લીડ રોલમાં છે. આ વાર્તા વર્ષ ૨૦૧૧માં પત્રકાર જ્ર્યોતિમય ડેની હત્યા અને આ કેસમાં આરોપી પત્રકાર જીજ્ઞા વોરાની છે.

હંસલ મહેતાની સિરીઝ જીજ્ઞા વોરાના જીવન અને કોર્ટ ટ્રાયલ પર આધારિત છે. આ સિરીઝમાં કરિશ્મા તન્ના પત્રકાર જાગૃતિ પાઠકની ભૂમિકા ભજવે છે, જે તેના સાથી પત્રકારની હત્યામાં આરોપી બને છે. સ્કૂપ વેબસિરીઝ નેટફ્લિક્સ પર ૨ જૂને સ્ટ્રીમ કરવામાં આવશે.

કરિશ્મા તન્ના ઉપરાંત આ સિરીઝમાં મોહમ્મદ ઝીશાન અયુબ, હરમન બાવેજા, તનિષ્ઠા ચેટર્જી, તેજસ્વિની કોલ્હાપુરે અને શિખા તલસાનિયા પણ છે. આ વેબ સિરીઝ જીજ્ઞા વોરાના પુસ્તક ‘બિહાઇન્ડ બાર્સ ઇન ભાયખલાઃ માય ડેઝ ઇન પ્રીઝન’ પર આધારિત છે. આ કેસમાં જીજ્ઞા વોરાને છ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers