Western Times News

Gujarati News

પાણીના નળ ચોરી કરતો આરોપી પોલીસના હાથે ઝડપાયો

પ્રતિકાત્મક

ઉછાલી પાસે ૩૩ શંકાસ્પદ નળ સાથે આરોપી ઝડપાયો

અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસે માંડવા તરફ જવાના રોડ ઉપરથી તાલુકા પોલીસે મોટરસાઈકલ ઉપર પાણીના નળ લઇને જતા નવા કાશીયા ગામના શખ્સને ઝડપી કુલ રૂા.૧,૨૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ઉછાલી ગામથી શખ્સ મોટરસાઈકલ ઉપર થેલામાં પાણીના નળ ભરીને વેચવા માટે માંડવા તરફ જનાર હોવાની મળેલી માહિતીના આધારે તાલુકા પોલીસે ઉછાલી ગામથી માડંવા ગામ તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી

દરમ્યાન મોટરસાઈકલ પર આવતાં તેને રોકી ચાલકની પૂછપરછ કરતા તે મૂળ ભાવનગર જિલ્લાનો અને હાલ અંકલેશ્વર તાલુકાના નવા કાશીયા ગામે રહેતો ઉમેશ બગડીયા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેની પાસેથી મોટરસાઈકલના દસ્તાવેજ માંગતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તાલુકા પોલીસે તેની પાસેના થેલામાં તપાસ કરતા નાનાં-મોટા પાણી નળ મળી આવ્યા હતા, આ નળ અંગેના બીલ અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા

પોલીસે તેની અટકાયત કરી રૂપિયા ૪૫ હજાર ૫૦૦ની કિંમતના નાનાં-મોટા ૩૩ નંગ નળ, ૫૦ હજારની મોટરસાઈકલ, મોબાઈલ અને રોકડ કુલ રૂપિયા ૧ લાખ ૨ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.