Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના એક ગામમાં વાયુસેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં કોમ્બેટ હેલિકોપ્ટર ‘અપાચે’નું ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું છે. આવું શા માટે કરવામાં આવ્યું તેની હજુ પુષ્ટિ થઈ નથી. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં ભારતીય વાયુસેના દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે આવું થયું છે.

ભારતીય વાયુસેનાએ ખુદ આ અંગે માહિતી આપી હતી. જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ જખનૌલી ગામ પાસે સિંધ નદીની કોતરોમાં થયું છે.

નયાગાંવ, ઉમરી પોલીસ સ્ટેશન સ્થળ પર પહોંચી ગયા હતાં. પ્રારંભિક માહિતી અનુસાર, ટેકઓફ કરતી વખતે અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પછી બંને પાઈલટોએ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાયલોટે તેને ભીડની કોતરોમાં એક ખેતરમાં ઉતાર્યો.

જ્યારે ગ્રામજનોએ હેલિકોપ્ટરને ખેતરમાં ઊતરતું જોયું તો સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા જ નયાગાંવ, ઉમરી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સૌપ્રથમ ગ્રામજનોને હેલિકોપ્ટરમાંથી હટાવ્યા અને સ્થળ પર જવાનોને તૈનાત કર્યા. જવાનોએ હેલિકોપ્ટરની નજીક સુરક્ષા કોર્ડન કરી છે. કોઈને પણ નજીક આવવા દેવાતા નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.