Western Times News

Gujarati News

૨ હજારની નોટથી ભરી શકાશે એડવાન્સ ટેક્સ: અમદાવાદીઓ માટે સ્પેશિયલ સ્કીમ

અમદાવાદ, દેશભરમાં ૨૩ મે અને સોમવારથી ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની શરૂઆત થઈ છે. બેંકો ખુલતાની સાથે જ લોકો બેંકોની શાખામાં જઈને તેમની પાસે ઉપલબ્ધ ૨૦૦૦ રૂપિયાની નોટ બદલાવી રહ્યા છે. AMC Advance tax can be paid with 2000 note:

ત્યારે રિઝર્વ બેંકએ નોટો બદલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જાે કે ૩૦ સપ્ટેમ્બર સુધી નોટ બદલાવી શકાશે પરંતુ આ બધાવી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો ર્નિણય લીધો છે. ૨૦૦૦ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે.

AMCની રેવન્યુ કમિટીની બેઠકમાં અમદાવાદીઓના હિતમાં વધુ એક ર્નિણય લેવાયો છે. ૩૦-૯-૨૦૨૩ સુધી ૨૦૦૦ની નોટથી એડવાન્સ ટેક્ષ ભરી શકાશે. આ ર્નિણયથી ૨૦૦૦ રૂપિયાની નોટ ધારકોને ફાયદો એ થશે કે તેમને બેંકનો ધક્કો નહી ખાવા પડે અને તે લોકો એડવાન્સ ટેક્ષ ભરવામાં આ નોટનો ઉપયોગ કરી શકશે.

ટેક્ષ નહી ભરનાર સામે એએમસીએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. વોડાફોન, આઈડિયા, રિલાયન્સ સહિત ૬ કંપનીઓને નોટિસ પાઠવામાં આવી છે. તેમને જણાવી દઈએ કે, આ ૬ કંપનીઓનો રૂ. ૨.૨૧ કરોડનો ટેક્ષ બાકી છે. ટેલિફોન કંપનીઓ ટેક્સ નહી ભરે તો આરઓ પરમિટ નહી આપવામાં આવે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે,

આગામી દિવસોમાં હોટલ, હોસ્પિટલ સહિતના સેક્ટરમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ટેક્ષ વસુલવામાં તમામ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

મેઘાણીનગરમાં મનપા સામે પોસ્ટર વોર

અમદાવાદ, વરસાદ પડે અને ભૂવો ન પડે તો તે અમદાવાદ શહેર ના કહેવાય. આવી જ હાલત ફરી ચોમાસામાં બની છે. ઠેર-ઠેર પાણી ભરાવા, ડ્રેનેજ ઉભરાવી, લોકોના ઘરમાં પાણી ઘુસી જવા, ટ્રાફિક જામ થવો અને ભૂવા પડવા આ વાત અમદાવાદમાં દર ચોમાસે બને છે. અમદાવાદમાં દર ચોમાસે સર્જાતી નિયમિત સમસ્યા છે.

તંત્ર ભલે ગમે તેવા બહાના કાઢે પરંતુ વારવારની વાર્ષિક સમસ્યાથી ત્રસ્ત અમદાવાદની જનતા વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે. મેઘાણીનગરની જનતાએ અમદાવાદ મનપા સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જનતાએ પ્રશાસકો પર સવાલ ઉઠાવતા પોસ્ટરો જાહેર માર્ગ પર ઠેર ઠેર લગાવ્યા છે.

શહેરીજનોએ તંત્ર સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા ર્નિણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.