Western Times News

Gujarati News

સ્ટેમ ક્વીઝ ૨.૦ માં સેમી ફાઈનલ રાઉન્ડમાં પંચમહાલના વિદ્યાર્થીઓ ઝળહળ્યા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) વિજ્ઞાન ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને ગણિત આધારિત ભારતની સૌથી મોટી કિવઝની ગ્રાન્ડ ફીનાલેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ધોરણ ૯ થી ૧૨ ના ૨૨ તેજસ્વી વિધાર્થીઓ તા.૩૦ મે, ૨૦૨૩ મંગળવાર ના રોજ ગુજરાત સાયન્સ સિટીમાં આવ્યા હતા.

ગુજરાત સ્ટેમ ક્વિઝઃ ધ જની ઓફ અ ન્યુ જનરેશનમાં કુલ રજીસ્ટ્રેશન અને ૫,૪૫,૭૬૪ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી આશરે ૨૮ જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનાં વિધાર્થીઓની ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી કરવામાં આવી છે.ફાઈનલ રાઉન્ડમાં આશરે ૧૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પંચમહાલના ગોધરા, મોરવા હડફ, જાંબુઘોડા, કાલોલ, ઘોઘંબા, હાલોલ વગેરે તાલુકાઓમાંથી પણ વિદ્યાર્થીઓ પસંદગી પામેલ હતા તેઓ પણ આ ક્વીઝમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. સ્ટેમ કિવઝમાં રાજ્યના આરોગ્ય

અને પરિવારના કલ્યાણ, ઉચ્ચ અને તકનિકી શિક્ષણ, કાયદો, ન્યાય અને વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી રૂષિકેશ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી તેજસ્વી વિધાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા પણ આ કાર્યક્રમમાં વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ગ્રાન્ડ ફિનાલે કિવઝનું સંચાલન વિનય આર.મુદ્‌લીયાર દ્વારા કરવામાં આવ્યું હતું. જે માઈન્ડકોગ્સ,બેંગ્લોરમાં ધ માઈન્ડ ખાતે વ્યાવસાયિક કિવઝ માસ્ટર છે.ગ્રાન્ડ ફીનાલેમાં વિધાર્થીઓને તેમના મેડલ અને પ્રમાણપત્રો સાથે ટચ-સ્કીન લેપટોપ,

ટેબલેટ, રોબો-કીટ્‌સ,ડ્રોન-કીટ્‌સ અને ટેલીસ્કોપ સહિત હાઈ-ટેક ઇનામો આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત પસંદગી પામેલ વિદ્યાર્થીઓને દેશની ભારતીય અવકાશ સંશોધન સંસ્થા,ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર,સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન,નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી સહિત અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત પણ કરાવામાં આવનાર છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નાલંદા સ્કુલના બે વિદ્યાર્થીઓ પ્રેમ તથા વૈભવ સેમી ફાઈનલ રાઉન્ડમાં વિજેતા થયા હતા અને પંચમહાલ જીલ્લાનું ગૌરવ વધાર્યું હતું જ્યાં તેઓને પ્રોત્સાહીત સ્વરૂપે પ્રમાણ પત્ર અને રોબો કીટ આપી સન્માનિત કર્યા હતા.જીલ્લાનું ગૌરવ વધારવા બદલ લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલી દ્વારા બંને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,અંતિમ રાઉન્ડમાં મહારાષ્ટ્ર અને ગોવાની ટીમ વિજેતા બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.