Western Times News

Gujarati News

અજુની બાયોટેકે સરગવાની ખેતીમાં સંભવિતતા શોધવા માટે રાજસ્થાનમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો

કંપનીએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 41.26 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે, વાર્ષિક ધોરણે 101%ની વૃદ્ધિ; નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વધીને રૂ. 54 લાખ થયો

મુંબઈ, 31 મે, 2023 – એનિમલ હેલ્થકેર સોલ્યુશન્સ અને એનિમલ ફીડ સપ્લિમેન્ટ્સમાં અગ્રણી કંપનીઓમાંની એક અજુની બાયોટેક લિમિટેડે રાજસ્થાનમાં સરગવાની ખેતીમાં સંભાવનાઓ શોધવામાં કરવામાં અગ્રણી સ્થાન લીધું છે.

કંપનીએ તેના માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને ખેડૂતોની આવકમાં વધારો, ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો, પશુ ઉત્પાદકતામાં વધારો સહિતના લાભો હાંસલ કરવા માટે વિશ્વાસ ધરાવે છે. Ajooni Biotech Ltd launches pilot project in Rajasthan for exploring potential in MORINGA farming

માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે કંપનીએ રૂ. 41.26 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું હતું જે Q4FY22 માં રૂ. 20.51 કરોડના વેચાણથી 101% વધુ છે. Q4FY23 દરમિયાન ચોખ્ખો નફો રૂ. 54 લાખ નોંધાયો હતો.

કંપનીએ રાજસ્થાનમાં 5,000 એકરમાં સરગવાની ખેતીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને ત્રણ વર્ષના ગાળામાં તે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં 1 લાખ ટનથી વધુ ઘટાડો કરે તેવી અપેક્ષા છે. કંપની આગામી 10 વર્ષના સમયગાળામાં રાજ્યમાં આ પ્રોજેક્ટને ખૂબ જ મોટા પાયે હાથ ધરવાની યોજના ધરાવે છે.

કંપની અપેક્ષા રાખે છે કે આ પ્રોજેક્ટ તમામ હિતધારકો માટે લાભકારી રહેશે. સરગવામાં સમયાંતરે ખેડૂતોની આવક બમણી કરવાની ક્ષમતા છે. સરગવામાંથી બનાવેલ બાયોડીઝલ અને કેમેલીના ઓઈલના આંતરપાક અને કેમેલીનામાંથી ટકાઉ ઉડ્ડયન બળતણ ઊર્જા સુરક્ષા અને વિદેશી હૂંડિયામણની જાવક ઓછી કરવામાં મદદ કરશે. આ પહેલ રાજસ્થાનમાં નીચેના પાંચ ઉદ્યોગોમાં ફીડ-સ્ટોકની ઉપલબ્ધતા દ્વારા ઉચ્ચ મૂલ્યના ઉદ્યોગોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે 1) બાયોડીઝલ 2) સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ 3) ટોરીફાઈડ રિન્યુએબલ કોલ 4) એનિમલ ફીડ 5) ફાર્મા પ્રોડક્ટ્સ.

વર્ષ 2010 માં સ્થપાયેલ, અજુની બાયોટેક લિમિટેડ એ પશુ આરોગ્ય સંભાળ સોલ્યુશન્સ કંપનીઓમાંની એક અગ્રણી તરીકે ઉભરી આવી છે જે ડેરી ખેડૂતોની ઉત્પાદકતામાં સુધારો કરવા અને પશુધનની ઉપજમાં સતત વધારો કરવા માટે સમર્પિત છે. કંપની ક્વોલિટી કેટલ ફીડ, કેટલ ફીડ ચિપ્સ, કેમલ ફીડ, કોટન ઓઈલ કેક, મસ્ટર્ડ ઓઈલ કેક અને પ્રાણીઓના સમગ્ર જીવન ચક્રને આવરી લેવા માટે ફીડ સપ્લીમેન્ટ્સ સહિત પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

કંપની પાસે 1,60,000 MTPA ની સંચિત એનિમલ ફીડ ઉત્પાદન ક્ષમતા અને વાર્ષિક 30 લાખ લિટરની લિક્વિડ સપ્લીમેન્ટ્સ ક્ષમતા સાથે બે અત્યાધુનિક ઉત્પાદન એકમો છે. કંપની હાલમાં ઉત્તર ભારતના સાત રાજ્યોમાં 10,000 થી વધુ ખેડૂત પરિવારો સાથે કામ કરી રહી છે અને રાષ્ટ્રીય સ્તરે વિકાસ કરવાની યોજના ધરાવે છે. અજુની એ ISO અને GMP પ્રમાણિત કંપની પણ છે, જે ISI માર્ક કેટલ ફીડનું ઉત્પાદન કરે છે.

ડિસેમ્બર 2022 દરમિયાન કંપનીએ તેનો રૂ. 29.01 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા, નવા ભૌગોલિક પ્રદેશોમાં પ્રવેશ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

અજુની બાયોટેક લિમિટેડ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય તરફથી ZED પ્રમાણપત્ર (ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ) મેળવનારી પ્રથમ ભારતીય એનિમલ ફીડ ઉત્પાદક કંપની બની છે. કંપની ડેરી વિકાસ વિભાગ, પંજાબ સરકાર (ભારત) અને ભારતની પ્રથમ GMP પ્રમાણિત કેટલ ફીડ કંપની સાથે ISO 9001:2015 સાથે નોંધાયેલ છે. કંપની બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સાથે નોંધાયેલ છે અને ISI માર્ક એનિમલ ફીડનું ઉત્પાદન કરે છે. કંપની IFFCO કિસાન, મધર ડેરી, પારસ ડેરી અને સહજ ડેરી જેવી અગ્રણી કંપનીઓને મુખ્ય સપ્લાયર્સમાંની એક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.