Western Times News

Gujarati News

વરસાદી પાણીના સંગ્રહની સુવિધા ચકાસ્યા બાદ જ BU પરમીશન અપાશે

ચોમાસામાં અગાસી પર એકત્ર થતાં પાણીને રીચાર્જ વેલ સુધી પહોંચ્યું કે નહી તેની ખરાઈ ટાઉન પ્લાનિગ શાખા કરશે

(એજન્સી)ગાંધીનગર, ભુગર્ભ જળના સ્તર સતત નીચા જઈ રહયા છે. અને દરવર્ષે પાણીનો વપરાશ વધી રહયો છે. પાણીની કટોકટી નિવારવા સરકારે જીડીસીઆરમાં ચુસ્ત નિયમો બનાવ્યા છે. જે મુજબ દરેક રહેણાક અને કર્મોશીયલ સ્કીમમાં વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટીગ વેલ બનાવવાનું ફરજીયાત કરાયું છે.

ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં અઅનેક બિલ્ડરો માત્ર કાગળ પર જ આ જાેગવાઈનો અમલ કરતા હોવાનું ધ્યાને આવતાં તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જે મુજબ કોઈ પણ સ્કીમમાં બીયુ પરમીશન આપતાં પહેલાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવશે. વરસાદી પાણીના સંગ્રહની સુવિધા કાર્યરત હશે તો જ બીયુ પરમીશન આપવામાં આવશે.

રાજય સરકારના જીડીસીઆર મુજબ ચાર હજાર ચોરસ મીટરથી મોટા પ્લોટમાં મોટી હોય તો દર ચાર હજાર ચોરસ મીટર દીઠ એક પરકોલેટીગ વેલ હોવી જાેઈએ. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મોટા ભાગની રહેણાક કોમર્શીયલ સ્કીમમાં જીડીસીઆરની જાેગવાઈ મુજબ પરકોલેટીગ વેલ બનાવવામાં આવે છે. terrace rainwater harvesting

પરંતુ પરકોલેટીગ વેલમાં વરસાદી પાણી ઉતરે તે પ્રકારનું કેટલીક સ્કીમમાં થયું નથી. પરીણામે, સ્કીમની અગાસી પરથી વરસાદનું પાણી બહાર વહી જાય છે. અને પરકોલેટીગ વેલનો અર્થ સરતો નથી. મ્યુનિ. સ્થાયી સમીતીના ચેરમેન જશવંતભાઈ પટેલે ભૂગર્ભ જળના સંચય માટે કડક પગલાં લેવા મ્યુનિ. કમીશ્નરને પત્ર પાઠવ્યો છે.

જશવંતભાઈએ જણાવ્યયું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસ પામતી તમામ સ્કીમમાં ધાબા પર પડતા વરસાદી પાણીને સીધા જ પરકોલેટીગ લેવામાં ઉતારવામાં આવે તો સોસાયટીમાં તેમ જ રસ્તા પર વોટર લોગીગ થતું અટકશે.

આ સાથે સ્ટ્રોમ વોટર લાઈન તથા ગટર લાઈન પરનું ભારણ ઘટશે તેમ જ પરકોલેટીગ વેલથી જળસ્તરને વધુ સારી રીતે રીચાર્જ કરી શકાશે. વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટે ટેરેસ પર પડતા પાણીને પાઈપ દ્વારા સીધા જ પરકોલેટીગ વેલમાં જાેડાણ આપ્યા બાદ જ રીચાર્જ વેલમાં જાય તેની ચકાસણી બાદ બીયુ પરમીશન આપવામાં આવશે. આ કવાયતના કારણે ભુગર્ભ જળના સ્તરમાં સુધારો આવશે અને સ્થાનીક વસાહતીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.