Western Times News

Gujarati News

શાહરૂખ ખાને પુત્ર આર્યનને આપી સરપ્રાઈઝ, પહોંચ્યો સ્ટારડમના સેટ પર

મુંબઈ, બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાને પોતાની કારકિર્દીમાં અનેક સફળતા મેળવી છે. ત્યારે હવે શાહરૂખ ખાનના બાળકો પર ફેન્સની નજર છે કે, તેઓ કારકિર્દી કેવી રીતે શરૂ કરે છે. king of Bollywood Shah Rukh gave a surprise to Aryan on the sets of stardom

તેમ જ તે પિતા જેવી સફળતા મેળવી શકશે કે નહીં? ગૌરી ખાન અને શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાન એક્ટર નહીં, પરંતુ ડિરેક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી રહ્યો છે. તેણે સ્ક્રિપ્ટ પર કામ પૂરું કરી લીધું છે અને હવે વેબ સિરીઝનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આર્યનની વેબ સિરીઝ સ્ટારડમનું શૂટિંગ ૨ જૂને શરૂ થયું છે.

ઉલ્લેખનીય છે કે, આ દિવસ શાહરૂખ ખાન માટે ખાસ રહ્યો હશે, જ્યારે તેનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેવામાં હવે આ તકે પિતા શાહરૂખ ખાન પ્રોત્સાહન આપવા માટે સેટ પર પહોંચ્યો હતો. શાહરૂખ ખાન સેટ પર સવારે ૭ વાગ્યે પહોંચ્યો હતો, જ્યાં આર્યન ખાન ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો.

શાહરૂખે ટીમ સાથે પણ મુલાકાત કરી હતી. આપને જણાવી દઈએ કે, વેબ સિરીઝને શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ જ લાવી રહ્યું છે. આ ૬ એપિસોડની સિરીઝ હશે, જેની સ્ટોરી સ્ટારડમના મતલબ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આસપાસ ફરતી જાેવા મળશે.

ગોસિપ્સ તો એ પણ કહે છે કે, સ્ટારડમમાં શાહરૂખ ખાન અને રણવીર સિંહ પણ આ વેબ સિરીઝનો ભાગ બને તેવી શક્યતા છે. ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી અને કબૂલ હે જેવી સિરીયલમાં કામ કરી ચૂકેલી ગૌતમી કપૂર (રામ કપૂરની પત્ની) સિવાય શાહરૂખ ખાન અને રણવીર સિંહ આ સિરીઝમાં જાેવા મળી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.